GSTV

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અડચણ ખેડૂતો, આદિવાસીઓ ઉતર્યા વિરોધમાં

Last Updated on June 2, 2018 by Karan

કેન્દ્રની મોદી સરકારની સૌથી વધુ મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ઓગસ્ટ – 2022માં પૂર્ણ થઈ જવાની ગણતરીઓ માંડવામાં આવી છે. પરંતુ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં બુલેટ ટ્રેનની યોજના અટવાતી દેખાઈ રહી છે. એનું કારણ એ છે કે બુલેટ ટ્રેનની યોજના માટે જમીન સંપાદનના મામલે સ્થાનિક સમુદાયો અને જનજાતિના લોકો દ્વારાવિરોધ થઈ રહ્યો છે.

પાલઘર જિલ્લાના 70થી વધુ ગામડાના લોકોએ પ્રોજેક્ટ માટે જમીન આપવાનો ઈન્કાર કર્યો છે. આ રેલવે પરિયોજનાની સામે વિરોધ પ્રદર્શનની પણ તૈયારી થઈ રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર જાન્યુઆરી-2019માં કામ શરૂ થવાનુ છે અને સરકારે 508 કિલોમીટર લાંબા કોરિડોર માટે 2018ના આખર સુધીમાં જમીન સંપાદન પૂર્ણ કરવાની ડેડલાઈન નિર્ધારીત કરી છે.

મુંબઈ અને અમદાવાદને જોડતા હાઈસ્પીડ રેલવે કોરિડોરનો લગભગ 110 કિલોમીટરનો હિસ્સો મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંતી પસરા થવાનો છે. જમીન સંપાદન માટે ખેડૂતોને સર્કલ રેટથી પાંચ ગણા વધારે ભાવ ઓફર કરાઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ માટે ભારતીય રેલવે દ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરિડોર માટે 1400 હેક્ટર જમીનનું સંપાદન કાર્ય થઈ રહ્યું છે.તેના પર દશ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. પાલઘર જિલ્લાના કેટલાક ગામડામાં બસ્સો હેક્ટર જમીનના સંપાદનમાં કેટલોક વિરોધ હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. જો કે પાલઘર જિલ્લાના 73માંથી 50 ગામડા ટૂંક સમયમાં રાજી થઈ જવાની રેલવે વિભાગ આશા સેવી રહ્યું છે. જો કે 23 ગામડા એવા છે કે જેઓ રેલવે સાથે જમીન સંપાદન મામલે વાતચીત કરવા માટે તૈયાર નથી.

મહત્વપૂર્ણ છે કે 508 કિલોમીટર લાંબા રેલવે રુટમાં બાર સ્ટેશન હશે. આ રુટનો 349 કિલોમીટરનો હિસ્સો ગુજરાતમાંથી અને 154 કિલોમીટરનો હિસ્સો મહારાષ્ટ્રમાંથી પસાર થવાનો છે. જ્યારે સાત કિલોમીટર જેટલો હિસ્સો મુંબઈના પરાવિસ્તારમાંથી પસાર થશે. જ્યારે 39 કિલોમીટર થાણે અને 110 કિલોમીટર પાલઘરમાંથી પસાર થવાનો છે.

 

Related posts

ફટકો / બોક્સર સતીશ કુમારને આવ્યા 7 ટાંકા, મેડલ જીતવા માટે હોટ ફેવરિટ ખેલાડી: કાલે રિંગમાં ઉતરવા અંગે અનિશ્ચિતતા

Zainul Ansari

સાવધાન / બ્રિટિશ વૈજ્ઞાનિકોની ચેતવણી: મ્યૂટેશન કોરોના વાયરસને બનાવે છે સૌથી વધુ ખતરનાક, દર 3 માંથી 1 દર્દીનો લઇ શકે છે જીવ

Pritesh Mehta

વાલીઓ ચેતજો/ નશાના રવાડે ચડી ગયેલા નાના બાળકોએ ઘરેથી છરો લઈ અમદાવાદમાં કરી લૂંટ, મા-બાપ માટે લાલબત્તી સમાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!