GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

સરહદે 50 આતંકી ઘૂસવાની ફિરાકમાં, મસૂદનો ભાઇ રઉફ સક્રિય

એજન્સીઓને એવા ગુપ્ત અહેવાલો મળ્યા છે કે પાકિસ્તાન હવે કાશ્મીર અને ભારતના અન્ય ભાગોમાં મોટા આતંકી હુમલાની ફિરાકમાં છે. અને આ કામની જવાબદારી પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇએ આતંકી મસૂદ અઝહરના ભાઇ રઉફ અસગરને સોંપી છે. હાલ સરહદે આશરે ૫૦ જેટલા આતંકીઓ ઘાત લગાવીને બેઠા છે, જે ગમે ત્યારે સરહદ પાર કરીને ભારતમાં ઘુસી શકે છે.  

એવા પણ અહેવાલો છે કે પાકિસ્તાની સૈન્ય અને જાસુસી સંસ્થા આઇએસઆઇએ મળીને હાલ ભારતમાં ઘુસાડવા માટે આશરે ૫૦થી વધુ આતંકીઓને તૈયાર કર્યા છે. આ હુમલાની જવાબદારી આઇએસઆઇએ જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠનને આપી છે, જૈશ એ મોહમ્મદનો વડો મસૂદ અઝહરને આ વર્ષે જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં આવ્યો હતો. હાલ તે અને તેના આતંકી ભાઇઓ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે જેનો ઉપયોગ હવે પાકિસ્તાન ભારત વિરૂદ્ધ કરવા જઇ રહ્યું છે. 

હાલ પાકિસ્તાની પીઓકેના મુઝફ્ફરાબાદમાં બનાવવામા આવેલા કન્ટ્રોલ રૂમમાં આતંકીઓને તાલીમ અપાઇ રહી છે. જેમાં મસૂદનો ભાઇ રઉફ સક્રીય છે, અને આતંકીઓને તૈયાર કરી રહ્યો છે.અફઘાનિસ્તાનથી તાલિમ લઇને આવેલા આતંકી ટ્રાંઝિટ કેંપ સવાઇ નાલાથી આશરે ૯૮ કિમી દુર દુધનિયાલ લોંચ પેડ પર ઘુસણખોરી કરાવવાની તૈયારીમાં છે. આ માટે કેટલાક કોડવર્ડ તૈયાર કરાયા છે. જેમાં રોમિયો, ટેંગો ૨, આલ્ફા અને માઇક નામોનો સમાવેશ થાય છે. જૈશનો આતંકી રઉફ જે કન્ટ્રોલ રૂમ પરથી આ નજર રાખી રહ્યો છે તેનું નામ કન્ટ્રોલ રૂમ નંબર ૮૮ આપવામાં આવ્યું છે. 

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબુદ કરવામાં આવી તે બાદ પાકિસ્તાન એક તરફ સરહદે ગોળીબાર કરી રહ્યું છે જ્યારે બીજી તરફ આતંકીઓને ઘુસાડી રહ્યું છે. હાલ આ જ પ્રકારના પ્રયાસો પાકિસ્તાની સૈન્ય, આઇએસઆઇ અને આતંકી સંગઠનો મળીને કરી રહ્યા છે. હાલ પીઓકેમાં મસૂદનો ભાઇ રઉફ અને લોન્ચિંગ કમાન્ડર માવિયા ખાન બન્ને સક્રીય થઇ ગયા છે અને કોઇ પણ સંજોગોમાં ભારતમાં આતંકીઓ ઘુસાડવાની ફિરાકમાં છે.

માવિયા ખાન અફઘાનિસ્તાનમાં તાલિબાન પાસેથી આતંકી હુમલાની તાલિમ લઇને આવ્યો છે. અને હાલ ભારતમાં મોટા હુમલાની તૈયારીમાં છે. રઉફના ઇશારે તે કઇ પણ કરવા તૈયાર છે. તેથી હાલ દેશમાં મોટા સંવેદનશિલ વિસ્તારોમાં તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો, 2 ધારાસભ્યોના રાજીનામા ફાયનલ

pratik shah

અમે કોંગ્રેસમાં જ છીએ : 2 ધારાસભ્યો આવ્યા બચાવમાં, રાજીનામા માત્ર અફવાઓ

pratik shah

સુરત: અસહ્ય વિજબીલ સામે વિવર્સ એસોસિએશનનો રોષ, બેનર દ્વારા શરૂ થયું આંદોલન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!