GSTV
Home » News » અંગત અદાવતમાં ફાયરિંગ કરતાં દલિત યુવાનનું મોત, થાનગઢમાં સ્થિતી તંગ

અંગત અદાવતમાં ફાયરિંગ કરતાં દલિત યુવાનનું મોત, થાનગઢમાં સ્થિતી તંગ

થાનગઢમાં બે દલિત યુવાન ઉપર ફાયરિંગ કરાતાં એક ઘાયલ થવા સાથે એકનું મોત થતા સ્થિતી તંગ બની છે. અંગત અદાવતના ઝઘડામા કાઠી સમાજના લોકોએ ફાયરીંગ કરતા વાતાવરણ તંગ થઇ ગયુ હતું.

ફાયરીંગ કરવા સાથે તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને હુમલાખોરો નાસી છુટયા હતા. હત્યાનાં કારણે સમાજનાં લોકો યુવકની લાશ મુખ્ય ચોકમાં લઇ જઇને આરોપી ન પકડાય ત્યાં સુધી લાશને ઉપાડવાનો ઇન્કાર કર્યો હતો.

સ્થિતીને કાબુમાં લેવા માટે પોલિસે મૃતકના પરિવાર અને સમાજનાં લોકો સાથે મસલત શરૂ કરી છે. માહિતી મુજબ થાનગઢ પાલિકાના પૂર્વ પ્રમુખના ભત્રીજા પર અંગત અદાવત રાખીને ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ.

તો ફાયરિંગ ઉપરાંત તીક્ષ્ણ હથિયારોથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક દલિત યુવકનું મોત થયુ હતુ. જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો હતો. હુમલો કર્યા બાદ આરોપીઓ ભાગી ગયા હતા. દલિત યુવાનની હત્યા બાદ થાનગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!