GSTV

આ દેશમાં અધધધ… મોંઘવારી આદું 500 અને ટમેટા 300 રૂપિયે કિલો

પાકિસ્તાનમાં મોંઘવારી તો પહેલેથી જ પોતાનો રેકોર્ડ તોડી ચુંકી છે, હવે સ્થિતીએ સર્જાઇ છે કે લોકોની જીવન જરૂરીયાતની ચીજો પણ મોંઘી થઇ છે,દુધ-દહી તથા માંસ તો ઠીક પણ શાકભાજીનાં ભાવ પણ આસમાને પહોચ્યા છે.કોબી 150 રૂપિયે કિલો જ્યારે આંદુ 500 રૂપિયે કિલો વેચાઇ રહી છે.

રોજીંદી 51 ચીજોમાંથી 43ની કિંમતો ગયા વર્ષની તુલનામાં 289ટકાનો વધારો દર્શાવે છે.સ્થિતિની ગંભિરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ટમેટાતો 200થી300(પાકિસ્તાની)રૂપિયા કિલોનાં ભાવે વેચાઇ રહ્યા છે.

જ્યારે ડુગળી 200રૂપિયે કિલો મળી રહ્યા છે,એક કિલો ખાંડનાં ભાવ 90રૂપિયા છે,પાકિસ્તાનનાં જાણીતા અખબાર જંગની રિપોર્ટ અનુસાર પાકિસ્તાનનાં ઇતિહાસમાં પહેલી વખતએ દિવસ આવ્યો છે કે ટમેટાનાં ભાવ 300રૂપિયાએ પહોચ્યા છે.દેશમાં ટમેટાનું ઉત્પાદન ઓછું થયું તે કારણ તો છે જ પરંતું પાડોશી દેશ ઇરાન અને અફઘાનિસ્તાનમાં પણ તેની આવક ઘટી છે.

ફળોની કિંમતો પણ આસમાને

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ફળોનાં ભાવમાં પણ આગ લાગી છે,બલુચિસ્તાનનાં પાટનગર ક્વેટામાં અત્યારે એક કિલો પપૈયું 160 રૂપિયે કિલો વેચાઇ રહયું છે.એક ડઝન કેળાનાં 120રૂપિયા ખર્ચવા પડે તેવી સ્થિતી સર્જાઇ છે,તે જ પ્રકારે સફરજન,નાશપતી,મોસંબી સહિતનાં ફળોનાં ભાવ લોકોની ખરીદ શક્તિ બહાર પહોચ્યા છે.આ સમસ્યા ફક્ત શાકાહારી ભોજન પુરતી જ નહીં.

માંસાહાર પણ લોકોને અકળાવી રહ્યો છે.બકરાનાં એક કિલો માંસની કિંમત 900 રૂપિયા છે.ઇમરાન ખાનનાં આર્થિક બાબતોનાં સલાહકાર અબ્દુલ હફિઝ શેખે જણાવ્યુ કે સરકાર મોંઘવારી પર કાબું જમાવવા સતત પ્રયાસો કરી રહી છે.

READ ALSO

Related posts

VIDEO: લંડનમાં રહેતી આ યુવતીના ગીત સાંભળીને તમને લાગશે જ નહીં કે આ વિદેશી છે !

Pravin Makwana

VIDOE: નાળિયેરની અછત સર્જાતાં પ્રધાને નાળિયેર પર ચડીને કરીને પ્રેસ કોન્ફરન્સ, વીડિયો થયો છે વાયરલ

Ankita Trada

દેશમાં કોરોના સંક્રમણ 55 લાખ અને એક્ટિવ કેસ 10 લાખને પાર, 88 હજારથી વધુ લોકો હારી ગયા જિંદગી

Karan
Do NOT follow this link or you will be banned from the site!