GSTV
Home » News » વિશ્વનાં એવા દેશો જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટનું ભાડુ નથી લેવામાં આવતું,જાણો તેના વિશે..

વિશ્વનાં એવા દેશો જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટનું ભાડુ નથી લેવામાં આવતું,જાણો તેના વિશે..

હાલમાં જ નવી દિલ્હીની કેજરીવાલ સરકારે મહિલાઓને દિલ્હી મેટ્રો ટ્રેનમાં મફત મુસાફરીની સુવિધા આપવાનું વચન આપ્યું છે અને આ અંગે કાર્યવાહીનો દોર પણ શરૂ કરેલ છે. ત્યારે આવો એવા દેશો અંગે જાણીએ જ્યાં મહિલાઓ અને કેટલાક દેશોમાં તો તમામ મુસાફરો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ તદ્દન ફ્રી છે. હસ્સેલ્ટ, બેલ્જિયમ હસ્સેલ્ટ બેલ્જિયમના એક રાજ્યની રાજધાની છે.

અહિં પબ્લિક ટ્રાંસપોર્ટમાં ભાડું વર્ષ 1997થી જ લેવામાં નથી આવતું. જેના કારણે 2006 સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરતા લોકોની સંખ્યામાં 13 ગણો વધારો થઈ ગયો. ત્યાર બાદ આ સ્કિમને પુરી કરી દીધી. જો કે, અત્યારે 19 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે મફત સવારી ઉપલબ્ધ છે. એસ્ટોનિયાની રાજધાની, ટાલિન બાલ્ટિક સમુદ્ર અને ફિનલેંડની ખાડીની બોર્ડર પર આવેલ એસ્ટોનિયાની રાજધાની ટાલિનમાં 5 વર્ષ પહેલા વર્ષ 2013માં પબ્લિક ટ્રાંસપોર્ટ લાગુ કરી હતી.

લોકોને ફ્રિ ટ્રાંસપોર્ટ મુદ્દે વોટિંગ કરાવવામાં આવી હતી. જેના પર 75 ટકા લોકોએ હા પાડી હતી. તેઓને માત્ર શહેરના નાગરિક તરીકે રજિસ્ટર કરાવવાના હતા અને ગ્રીન કાર્ડ માટે 2 પાઉંડ ચુકવવાના હતા પરંતુ એસ્ટોનિયાના અન્ય હિસ્સાઓથી આવનાર લોકો અને સહેલાણીઓ માટે ટ્રાંસપોર્ટના ઉપયોગ માટે પૈસા ચુકવવા પડતા હતા. આ સ્કિમ એટલી પ્રખ્યાત થઈ કે સરકાર હવે આખા દેશમાં આ સ્કિમ લાગુ કરવાનુમ વિચારી રહી છે.

જર્મનીની સરકાર સૌથી પ્રદુષિત શહેરોમાં પબ્લિક ટ્રાંસપોર્ટને ફ્રિ કરવાની યોજનાઓ બનાવી રહી છે. જેથી વધુમાં વધુ લોકો પોતાનું વાહન છોડી પબ્લિક ટ્રાંસપોર્ટમાં સફર કરે આ યોજના માટે જર્મનીના સૌથી પ્રદુષિત શહેરોના નામો નક્કી કરવામાં આવ્યા છે. વધતા જતા વાયુ પ્રદુષણ માટે જર્મની પર યૂરોપીયન યૂનિયન ખુબ જ દબાણ બનાવી રહ્યું છે. આ માટે પેનલ્ટી લગાવવાની ચેતવણી પણ આપી છે. લગ્જમબર્ગ જર્મની, બેલ્જિયમ અને ફ્રાંસ જેવા દેશોથી ઘેરાયેલો લગ્જમબર્ગ દુનિયાનો પહેલો એવો દેશ બનવા જઈ રહ્યો છે, જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દરેક લોકો માટે ફ્રિ થઈ જશે. લગ્જમબર્ગમાં આ યોજના માર્ચ 2020થી લાગુ થવા જઈ રહી છે. આ યૂરોપનો સૌથી નાના દેશમાંનો એક છે પરંતુ અહિં ભયંકર ટ્રાફીક જામ રહે છે. અહીંની આબાદી માત્ર 6,02,000 છે.

READ ALSO

Related posts

દૂધ સાગર ડેરીની દોગલી નીતિ : હરિયાણા કરતા મહેસાણાના પશુપાલકોને ઓછો મળે છે દૂધનો ભાવ

Nilesh Jethva

અત્યંત દયનીય હાલતમાં છે અહીં જંગલનાં સિંહો, હ્રદય દ્રવી ઉઠશે તેવા છે PHOTOS

pratik shah

મોડાસામાં કોલેજિયન યુવતીના ચકચારી હત્યાકાંડની તપાસમાં નવો વળાંક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!