ઓડિશામાં રાહુલે સભા દરમિયાન એક સમર્થકને રોક્યો અને કહ્યું ભાઈ એવું ન બોલો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓડિશાના મુખ્યપ્રધાન નવિન પટનાયક પર આદિવાસીઓની જમીન છિનવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમની પાર્ટી જનજાતીય સમુદાયના અધિકારીના સંરક્ષણ માટે કામ કરશે. રાહુલ ગાંધીએ ઓડિશાના ભવાનીપટના અને કાલાહાંડીમાં જનસભાને સંબોધી.

રાહુલે કહ્યું કે પીએમ મોદીએ જનતાને રફાલ આપ્યું. અમે તમને મિનિમમ ગેન્ટી આવક આપીશું. દુનિયાની કોઇ તાકાત અમને મિનિમમ ઇનકમ ગરીબોને આપવાથી રોકી શકે નહીં. રાહુલે કટાક્ષ કર્યો કે આ કોઇ 15 લાખ રૂપિયા કે બે કરોડ નોકરીઓનો વાયદો નથી. રાહુલે કહ્યું કે કેન્દ્રની ભાજપની સરકાર અને ઓડિશામાં બીજેડી સરકાર દલિતો, આદિવાસીઓ, ખેડૂતો અને ગરીબોના કલ્યાણ માટે કામ કરવામાં નિષ્ફળ ગઇ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter