GSTV

અહીં ઑનલાઈન ચૅક કરી શકો છો કોઈ પણ વ્યક્તિની કમાણી અને સંપત્તિ, નથી કોઈ રોકનાર

Last Updated on October 3, 2017 by

જો કોઈ તમને પૂછે કે દર મહિને કેટલાં કમાઈ લો છો, તો કદાચ તમે જવાબ આપવામાં ખચકાશો. પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં તમે કોઈની પણ આવક સરળતાથી જાણી શકો છો. અને સૌથી રસપ્રદ વાત એ છે કે તમારે તેની માટે કોઈને કંઈ પૂછવાની પણ જરૂર નથી.

જી હા, નોર્વે એક દેશ એવો છે જ્યાં દરેક નાગરિક કેટલી કમાણી કરે છે તેની તમામ જાણકારી ઑનલાઈન હોય છે. તમારા પડોશી હોય કે પછી સગા-સંબંધી કેટલી કમાણી કરે છે તેની તમે સરળતાથી જાણકારી મેળવી શકો છો. કોઈ પણ વ્યક્તિ કોઈની પણ સેલરી અથવા આવક જાણી શકે છે.

નૉર્વેમાં એક-બીજાની આવકની જાણકારી મેળવવાની સ્વતંત્રતા 1800 સદીથી આપવામાં આવી છે. ધી ગાર્જિયનની રિપોર્ટ અનુસાર 2014માં તેમાં એક વસ્તુ બદલવામાં આવી છે. નવી વ્યવસ્થા હેઠળ તમે કોઈ વ્યક્તિની આવકની જાણકારી લઈ રહ્યાં છો તો તેની જાણકારી તે વ્યક્તિને પણ પહોંચાડી દેવામાં આવશે.

રિપોર્ટ અનુસાર આ વ્યવસ્થા બાળકોને કારણે લાવવામાં આવી. હકીકતમાં બાળકો આસાનીથી ઑનલાઈન જઈને પોતાના માતા-પિતાની આવક જાણી લેતા હતાં અને ત્યાર બાદ સ્કૂલમાં આ બાળકો વચ્ચે ઝઘડાં થવાના શરૂ થઈ જતાં હતાં.

ઑનલાઈન તમને કોઈ પણ વ્યક્તિની આવકના સ્ત્રોત અને એક વર્ષમાં કેટલી કમાણી કરી તેની જાણકારી મળે છે. આ ઉપરાંત તેની નોકરી વિશે પણ જાણકારી મેળવી શકો છો.

જો કે આ નવી વ્યવસ્થા પત્રકારો અને મીડિયા સંસ્થાનો પર લાગૂ પડતી નથી. તેઓ જ્યારે ઇચ્છે ત્યારે કોઈ પણ આવક તેમ જ ટૅક્સ રિટર્નની જાણકારી હાંસલ કરી શકે છે અને કોઈ પણ તેની જાણકારી જે-તે સંબંધતિ વ્યક્તિને નહીં આપે.

અહીં લોકો સૌથી વધુ ટૅક્સ પણ ભરે છે. જેના બદલામાં સરકાર તેમને તે પ્રમાણે કેટલીય સુવિધાઓ આપે છે જેના માટે તેમને કોઈ ચાર્જ આપવો પડતો નથી.

આ જ કારણોથી નૉર્વે સૌથી અમીર અને ખુશ દેશોની યાદીમાં શામેલ છે. અહીં સ્કૂલો અને કોલેજોમાં મફત શિક્ષણ પણ આપવામાં આવે છે.

Related posts

નસીબ ચમક્યું / ફ્લાઇટ કેન્સલ થયા બાદ ટાઇમપાસ માટે મહિલાએ ખરીદી લોટરીની ટિકિટ, બની ગઈ કરોડપતિ

Vishvesh Dave

ના હોય! માતાના ગર્ભમાંથી નીકળતા જ પ્રેગ્નેટ થઈ ગઈ 1 દિવસની બાળકી, પુત્રીના પેટમાં ઉછરી રહ્યું હતું બાળકઃ ગર્ભમાં હૃદય અને હાડકાં બની ગયા

Harshad Patel

video/ આ છોડ સૂર્યપ્રકાશથી નહીં પરંતુ કિડા ખાઈને મેળવે છે ખોરાક, વીડિયો જોશો તો રહી જશો હેરાન

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!