GSTV

નવસારીમાં જૂથ અથડામણ, ત્રણ પોલીસ સહિત 6 લોકો ઘાયલ

નવસારીના વિજલપોર શહેરમાં મોડીરાતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે 20થી વધુ ટીયરગેસના સેલ છોડયા હતા. આ જૂથ અથડામણમાં ત્રણ પોલીસકર્મીઓ સહિત છ લોકો ઘાયલ થયા છે. વિજલપોરના વિઠ્ઠલ મંદિર પાસે સોમવારે રાતે બાઈક અકસ્માત થયો હતો. જેને પગલે બે જુથ સામ સામે આવી ગયા હતા. અને પથ્થરમારો થયો હતો.

પોલીસ કાફલો ખડક્યા બાદ પણ હજારથી વધુના ટોળાએ પથ્થરમારો ચાલુ રાખતા પોલીસે ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પરંતુ ટોળુ વધુ હિંસક થતા ત્રણ પોલીસ જવાનો સહિત 6 લોકો ઘાયલ થયા હતા.

જેમને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ટોળાને વિખેરવા પોલીસે 20 થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હતા. અને રાતભર કરફ્યુ જેવી સ્થિતિ જોવા મળી.

READ ALSO

Related posts

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, આ રહ્યુ રજાઓનું લિસ્ટ, બેંક સંબંધિત કામ ફટાફટ પતાવી લેજો

Pravin Makwana

તમારી આંખોની રોશની વધારવામાં કરશે મદદ આ 4 એક્સરસાઇઝ, આ સમસ્યાઓથી પણ અપાવશે છુટકારો

Damini Patel

મુખ્યમંત્રી પદની ઈચ્છા નથી પણ પક્ષ જે કામ સોંપશે તે કરીશ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈવાળાએ રાજકારણમાં સક્રિય રહેવાના આપ્યા આ સંકેત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!