GSTV
Ahmedabad Trending ગુજરાત

તો નવરાત્રિ અને ગણેશ ચતુર્થીમાં અમદાવાદીઓને મોજ પડી જશે

 વિશ્વ હિંદુ પરિષદ દ્વારા કમિશનર એ.કે.સિંઘને આવેદનપત્ર આપવામાં આવ્યું. 50 જેટલા વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો આવેદન આપવા માટે પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા. આવેદનપત્રમાં જણાવાયું હતું કે હિંદુ ધર્મના લોકો દરેક તહેવારમાં આસ્થાથી ઉજવી રહ્યા છે. નજીકના દિવસમાં ગણેશચતુર્થી આવી રહી છે. જેથી દરેક જગ્યાએ આ તહેવાર ઉજવવા માટે પરવાનગી આપવામાં આવે તેમજ નવરાત્રી દરમિયાન શેરી ગરબા, તેમજ પાર્ટી પ્લોટમાં થતા ગરબાને મોડે સુધી ચાલુ રાખવામાં આવે. સાથે પોલીસ દ્વારા કોઇ રીતે હેરાનગતિ કરવામાં ન આવે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે ટ્રાફિકની સમસ્યાને લઇને જાહેર રીતે થતાં કાર્યક્રમને પરવાનગી આપવામાં આવશે. બાદમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા કમિશનરને આવેદન આપીને રજૂઆત કરાઇ હતી. અને હિંદુ ધર્મના તહેવારને ઉત્સાહપૂર્વક ઉજવાય તેવી રજૂઆત કરાઇ હતી. તો બીજી તરફ કમિશનર એ.કે સિઘ દ્વારા બાંયધરી આપવામાં આવી હતી કે સૌ કોઇને પરવાનગી આપવામાં આવશે.

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV