GSTV
Home » News » નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

ભારતના એક રાજ્યએ ટૂ-વ્હીલર વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક નવો નિયમ જાહેર કર્યો છે. આ નિયમ મુજબ નવી બાઇક અથવા સ્કુટરનું રજિસ્ટ્રેશન કરાવવા માટે વાહનમાલિકે પહેલા બે હેલ્મેટ ખરીદવા પડશે. આ નિયમ લાગૂ કરનારું રાજ્ય મધ્યપ્રદેશ છે. અહીંના રાજ્ય પરિવહન વિભાગે ટૂ વ્હીલર વિક્રેતાને નિર્દેશ આપ્યા છે કે, રાજ્યમાં નવા ટૂ વ્હીલર ખરીદનારાને બે હેલ્મેટ ઉપલબ્ધ કરાવવામાં આવે.

આ નિર્દેશ પ્રમાણે મધ્યપ્રદેશમાં ટૂ વ્હીલર ખરીદનારાને પહેલા બે હેલ્મેટ ખરીદવા પડશે અને તે બાદ વ્હીકલનું રજીસ્ટ્રેશન માટે હેલ્મેટની રસીદ પરિવહન વિભાગને આપવી પડશે. આ હેલ્મેટ ભારતીય માનક બ્યૂરોના માનકોના અનુરૂપ અને પર્યાપ્ત સુરક્ષાવાળા હોવા જોઇએ. સપ્ટેમ્બર 2014માં આ વિશે કોર્ટે નિર્દેશ જાહેર કર્યો હતો જે બાદ રાજ્યના પરિવહન વિભાગે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે કોર્ટના નિર્દેશનું પાલન થઇ રહ્યું છે કે નહી પરંતુ તેવું થયું નહી.

અત્રે નોંધનીય છે કે ભારતમાં રોડ અકસ્માતમાં થતાં મોતના આંકડાં એક ચિંતાનો વિષય છે. ટૂ-વ્હીલર રાઇડર્સને જોખમ સૌથી વધારે રહે છે. તેવામાં મધ્યપ્રદેશ પરિવહન વિભાગનું આ પગલું રાઇડર્સની સુરક્ષાને જોતા અસરકારક પગલું છે.

READ ALSO

Related posts

ફેસબુક પર ગ્રીન અમદાવાદ અને વૃક્ષારોપણની સુફિયાણી વાતો, બીજી તરફ વૃક્ષોનું નિકંદન

Path Shah

કર્ણાટક: સરકારનાં વિશ્વાસમતમાં ગેરહાજર રહેલા બસપા ધારાસભ્ય સામે માયાવતીએ કરી આ કાર્યવાહી

Riyaz Parmar

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલા ઇન્કમટેક્સ બ્રિજમાં એએમસીનો રેઢિયાળ વહીવટ સામે આવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!