GSTV
Home » News » મહેસાણા: વ્યાજખોરો બેફામ, એક વર્ષથી વ્યાજખોરોનાં ત્રાસથી યુવકે જીવન ટુંકાવ્યું

મહેસાણા: વ્યાજખોરો બેફામ, એક વર્ષથી વ્યાજખોરોનાં ત્રાસથી યુવકે જીવન ટુંકાવ્યું

મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે જીવન ટૂંકાવ્યું હતુ. અમિત લીંબાચીયા નામના યુવકે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતુ. વ્યાજખોર છેલ્લા 1 વર્ષથી હેરાન કરતા હોવાનો આરોપ લાગ્યો છે. પોલીસને એક વર્ષ અગાઉ અરજી આપવામાં આવી હતી. આ અરજીમાં દર્શાવેલા વ્યાજખોરો સામે કોઈ પગલાં પોલીસે ન  લીધા હોવાનો આક્ષેપ છે. 1 વર્ષથી સતત ટોર્ચર થતો હોવાને કારણે પોતાની દુકાનમાં આપઘાત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે સમગ્ર ગુજરાતમાં પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે અનેક પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતાં કોઇ નક્કર પરિણામ આવતું નથી. જો કે મહેસાણાનો આ કિસ્સો માત્ર પાશેરામાં પૂણી સમાન છે. આવા તો અનેક બનાવ રોજ બરોજનાં જીવનમાં બને છે. જો કે પોલીસ જાગશે કે પછી વ્યાજખોરોનાં હપ્તા ચાલું રાખશે.

READ ALSO

Related posts

પતિ-પત્ની વચ્ચે થતી રહેતી હોય ખટપટ, તો ઘરમાં મુકી દો આ મૂર્તિ

Bansari

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah

ICC: આગમી વર્ષથી કન્યાઓ માટે શરૂ થઈ શકશે અંડર-19 વર્લ્ડ કપ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!