GSTV
Home » News » સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલ ગર્લફ્રેન્ડ ક્ષિસ્કા પેરેલો સાથે લગ્નના બંધનમાં બંધાયો

સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલ ગર્લફ્રેન્ડ ક્ષિસ્કા પેરેલો સાથે લગ્નના બંધનમાં બંધાયો

સ્પેનના લેજન્ડરી સુપરસ્ટાર રફેલ નડાલે છેલ્લા 14 વર્ષથી તેની સંગીની બની રહેલી ગર્લફ્રેન્ડ ક્ષિસ્કા પેરેલો સાથે આખરે લગ્નના બંધનમાં બંધાયો હતો.સ્પેનના મલોર્કામાં આવેલા અતિ વૈભવી લા ફોર્ટાલેઝા નામના કિલ્લામાં યોજાયેલા લગ્ન સમારંભમાં સ્પેનના ભૂતપૂર્વ કિંગ જુઆન કાર્લોસ -વન સહિત ટેનિસ સ્ટાર્સ તેમજ અન્ય સેલિબ્રિટીઝે હાજરી આપી હતી.

લગ્ન સમારંભમાં 350 જેટલા આમંત્રિતો તેમજ મિત્રો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ લગ્નથી મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતુ. 33 વર્ષીય નડાલ અને 31 વર્ષીય ક્ષિસ્કા પેરેલો વચ્ચે છેલ્લા 14 વર્ષથી ગાઢ દોસ્તી છે. નડાલની નાની બહેન મેરિબેલ અને ક્ષિસ્કા બાળપણની સહેલીઓ છે અને મેરિબેલે જ તેમનો પરિચય કરાવ્યો હતો. જે મૈત્રી આખરે પ્રેમમાં પરિણમી હતી.

સ્પેનિશ મીડિયાનો રિપોર્ટ જણાવે છે કે, સ્થાનિક સમય પ્રમાણે બપોરે 1.00 વાગ્યે તેઓ લગ્નની ગાંઠે બંધાયા હતા. ઉપસ્થિત મહેમાનોમાં સ્પેનના દિગ્ગજ ટેનિસ સ્ટાર્સ કાર્લોસ મોયા, ફેલિસિનો લોપેઝ તેમજ ડેવિડ ફેરર વિગેરે પરીવારની સાથે ઉપસ્થિત રહ્યા હતા.

લગ્ન સમારંભમાં ઉપસ્થિત તમામ આમંત્રિતોને ખાસ લોકર ફાળવવામાં આવ્યા હતા, જેમાં તેમના મોબાઈલ ફોન મૂકવા માટે અને સમારંભની પ્રાઈવસી જળવાય તે માટે વિનંતી કરવામાં આવી હતી.19 ગ્રાન્ડ સ્લેમ જીતી ચુકેલા સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલના ક્ષિસ્કા સાથેના સંબંધોથી ટેનિસ જગત સારી રીતે વાકેફ છે. ઘણા વર્ષોથી ક્ષિસ્કા સ્ટેડિયમમાં ઉપસ્થિત રહીને નડાલનો ઉત્સાહ વધારતી જોઈ શકાય છે.

READ ALSO

Related posts

એક બાદ એક પાકિસ્તાની એક્ટ્રેસ શા માટે અપલોડ કરી રહી છે નગ્ન તસવીરો ? વધુ એક અભિનેત્રીએ ન્યૂડ ફોટો કર્યો શેર

Bansari

જીવન માટે સંઘર્ષ કરી રહ્યાં છે લતા મંગેશકર, ICUમાં તેમના ગીતો જ બન્યાં સૌથી મોટી તાકાત

Bansari

આધારમાં આવી ભૂલ ભારે પડી જશે, સરકાર સીધો ફટકારશે 10 હજારનો દંડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!