GSTV
Home » News » મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેના સામે ભાજપ ઝૂકી, આવો હશે ફોર્મ્યુલા

મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેના સામે ભાજપ ઝૂકી, આવો હશે ફોર્મ્યુલા

મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેના સામે ભાજપ ઝુકી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લોકસભાની ચૂંટણીમાં બેઠક માટે 50-50નો ફોર્મુલા નક્કી કરવામાં આવ્યો છે. ફોર્મુલા મુજબ શિવસેના અને ભાજપ રાજ્યની 24-24 બેઠક પર ચૂંટણી લડશે. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠક છે. 2014માં શિવસેના 22 અને ભાજપ 26 બેઠક પર ચૂંટણી લડ્યુ હતું. 2014ના ગણિતને ધ્યાનમાં લેવામાં આવે તો શિવસેના સામે ભાજપ બેકફૂટ પર આવી ગઈ છે. કેમ કે, ભાજપને 2014 કરતા બે બેઠકની નુકસાની થઈ રહી છે. શિવસેના પાલઘર અને હાતકણંગલે બેઠકની માગ કરી રહી છે. પરંતુ પાલઘર બેઠક ભાજપની પરંપરાગત બેઠક રહેલી છે. તાજેતરમાં કરવામાં આવેલા સર્વે મુજબ મહારાષ્ટ્રની કુલ 48 બેઠકમાંથી એનડીએને 20 અને યુપીએને 28 બેઠક મળી શકે છે. ભાજપને 16 અને શિવસેનાને 4 બેઠર મળવાનુ અનુમાન છે. જ્યારે કોંગ્રેસને 19 અને એનસીપીને નવ બેઠક મળવાનું અનુમાન છે.

Related posts

મહારાષ્ટ્રની જીતની ખુશી ગુજરાત છિનવશે : 6માંથી 3 બેઠકો પર કોંગ્રેસ આગળ, આયાતી ઉમેદવારો નડ્યા

Karan

હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરજસ્ત ટક્કર, ખટ્ટરને સરકાર બનાવવા ફાંફા પડશે

Karan

Haryana Election Results 2019: BJPએ પાર કર્યો બહુમતનો આંકડો, હુડ્ડા-ખટ્ટર બંને આગળ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!