મહારાષ્ટ્રમાં શિવસેનામાં થયેલા બળવાના પગલે રાજકીય દાવપેચ ચાલી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં ચિંતાનો માહોલ હતો પણ બુધવારે હાઈકમાન્ડે મોકલેલા નીરિક્ષક કમલનાથે બોલાવેલી બેઠક પછી કોંગ્રેસને રાહત થઈ છે. આ બેઠકમાં કોંગ્રેસના ૪૪માંથી ૪૧ ધારાસભ્યો હાજર હતા. બીજા ત્રણ ધારાસભ્યોએ પણ પહેલાંથી જાણ કરીને બેઠકમાં હાજર નહીં રહી શકાય એવી માહિતી આપી હતી તેથી કોંગ્રેસ અકબંધ છે.

સામાન્ય રીતે રાજકીય ઉથલપાથલમાં સૌથી પહેલું ભંગાણ કોંગ્રેસમાં પડયું છે ત્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની એકતા આશ્ચર્યજનક છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની નેતાગીરીએ સારી કામગીરી બજાવીને પોતાના ધારાસભ્યોને સાચવી રાખ્યા છે.
કોંગ્રેસ ધારાસભ્ય પક્ષની બેઠક પછી મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ બાલાસાહબ થોરાટે કોંગ્રેસના તમામ ૪૪ ધારાસભ્યો પક્ષ સાથે હોવાનું એલાન કર્યું. તેમણે દાવો કર્યો કે, અમારા ધારાસભ્યો તૂટી રહ્યા હોવાના ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે.
સૂત્રોનો દાવો છે કે, ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા પણ પ્રયત્ન કર્યો હતો પણ ધારાસભ્યોએ મચક નથી આપી. ભાજપ સાથે જવાથી રાજકીય કારકિર્દી પતી જશે એવા ડરે કોઈ કોંગ્રેસ છોડવા તૈયાર નથી.
READ ALSO:
- RRR ફિલ્મ / બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ સિક્વલ બનાવશે રાજામૌલી, હોલિવુડમાં પણ મેદાન માર્યુ
- નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે
- IND vs WI : ફ્લોપ થઈને થાકી, વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં રમવા નથી માંગતો વિરાટ કોહલી!
- મોદીના સૌજન્યની પ્રસંશા, તેજસ્વીને ફોન કર્યો : ટોચના નેતાઓ પણ ચિંતામાં
- IMFની ચેતવણી / આગામી વર્ષે વિશ્વમાં મહામંદીની આશંકા, ટળ્યો નથી ખતરો