GSTV

મધ્ય પ્રદેશમાં આઠ વર્ષની બાળકી પર રેપ બાદ હત્યા, ઉ.પ્રદેશમાં કિશોરી પર છનો બળાત્કાર

Last Updated on June 10, 2019 by

હજુ ઉત્તર પ્રદેશના અલીગઢમાં બાળકી પર રેપની ઘટનાએ સમગ્ર દેશમાં ભારે રોષ જગાવ્યો છે અને આ પ્રકારની જઘન્ય ઘટનાઓને અટકાવવાની માગ ઉગ્ર બની છે ત્યારે હવે મધ્ય પ્રદેશમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે. અહીં એક સગીરા પર બળાત્કાર ગુઝારવામાં આવ્યો હતો જે બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં રેપ કર્યો અને બાદમાં હત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે.

શનિવારે આઠ વર્ષની આ બાળકી પોતાના ઘરની બહાર કઇક ખરીદી કરવા માટે નીકળી હતી જે બાદ તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું.  સ્થાનિક એએસપીએ જણાવ્યું હતું કે પીએમ રિપોર્ટમાં પણ રેપ બાદ હત્યા થઇ હોવાનું સાબીત થયું છે. જોકે હજુસુધી એક પણ અપરાધીની ધરપકડ કે અટકાયત નથી થઇ શકી પરીણામે સરકારે આક્રામક પગલા લઇને છ પોલીસકર્મીઓને તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરી દીધા છે.

સાથે જે પણ વ્યક્તિ અપરાધીની માહિતી આપશે તેને ૨૦ હજાર રૃપિયા ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. રવિવારે સવારે પાંચ વાગ્યે જ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.  બીજી તરફ ઉત્તર પ્રદેશમાં પણ ફરી એક ૧૨ વર્ષની દલીત બાળકી પર છ નરાધમોએ બળાત્કાર કર્યો છે.

હજુ અલીગઢમાં એક અઢી વર્ષની બાળકીની હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે ત્યારે આ જ ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં પણ એક ૧૨ વર્ષીય બાળકી પર રેપની ઘટના સામે આવતા લોકોમાં પ્રશાસન પ્રત્યે રોષ વધી રહ્યો છે, અત્યાર સુધીમાં છ માથી ચારની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય બે હજુ પણ ફરાર છે. આરોપીઓ વિરુદ્ધ પોક્સોની કલમો લગાવવામાં આવી છે જેથી આ કેસમાં છ આરોપીઓને આકરી સજા પણ કરવામા આવશે. દરમિયાનમાં રાજસ્થાનમાં એક ૨૦ વર્ષીય આદિવાસી રેપ પીડિતાનું મોત નિપજ્યું છે, આ યુવતી રાજસ્થાનના બારણ જિલ્લાની રહેવાસી હતી અને તે પોતાની અન્ય સાથી બહેનપણીઓ સાથે મધ્ય પ્રદેશના ગુનામાં એક કાર્યક્રમ માટે ગઇ હતી.

sikar gandrape

તે અહીંના જંગલ વિસ્તારમાં આવેલા એક બસ સ્ટેશન પાસે ઉભી હતી ત્યારે તેનું સ્થાનિક નરાધમોએ અપરહણ કરી લીધુ હતું, જે બાદ તેના પર રેપ ગુઝાર્યો હતો. સાથે યુવતીને ઝેર પણ આપ્યું હતું. બાદમાં યુવકો યુવતીને અહીંના એક રેલવે સ્ટેશને મુકી ગયા હતા જ્યાંથી તેને રાજસ્થાનમાં લાવવામા આવી હતી. યુવતીની સારવાર ચાલી રહી હતી પણ તેણે દમ તોડી દીધો હતો.

Read Also

Related posts

મોદી કેબિનેટનો નિર્ણય: સમગ્ર શિક્ષણ સ્કીમ 2.0ને મળી મંજૂરી, સરકારી શાળાઓમાં પણ હશે પ્લે સ્કૂલ

pratik shah

મોટા સમાચાર / PM નરેન્દ્ર મોદી કેબિનેટે લીધા મહત્વપૂર્ણ નિર્ણય, 2.95 લાખ કરોડ રૂપિયાની 2 યોજનાઓને મંજૂરી

Zainul Ansari

ચેતજો/ દારૂનું સેવન કરનારાઓ પર તોળાઇ રહ્યો છે આ જીવલેણ બીમારીનો ખતરો, સામે આવ્યો આ ડરાવનારો રિપોર્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!