GSTV
Home » News » કહેવાતા સુરક્ષિત ગુજરાતમાં ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે આ માલધારીઓ

કહેવાતા સુરક્ષિત ગુજરાતમાં ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે આ માલધારીઓ

સુરક્ષિત ગુજરાત વિકાસશીલ ગુજરાત. આ શબ્દ અહીં પોકળ સાબિત થઇ રહ્યો છે. કેમકે અહીં એવા પણ વિસ્તાર છે જ્યાં આદમખોર દીપડા દિવસ હોય કે રાત અમૂલ્ય માનવજિંદગીને હણી રહ્યા છે. આ સ્થિતીમાં ખુલ્લા ખેતરમાં વસતા માલધારીઓ પળેપળ મોતના ડરે જીવવા મજબૂર બન્યા છે. તેઓ માટે એવી સ્થિતી છે એક તરફ મજબૂરી છે તો બીજી તરફ કાળમુખા દીપડાનો ડર.

ઉપર આકાશ નીચે ધરતી આશરો છે આ નાનકડી ઝૂંપડી. થોડા ઘણા માલ ઢોર અને નાના બાળ-બચ્ચા જ છે જેની સંપતિ. શું કરે આવી રીતે જ જીવવા મજબૂર બન્યા છે માલધારી. હાથમાં તેડેલું નાનું બાળ મોતનો ડર શું કહેવાય તેને ખબર જ નથી. પણ માઁની આંખમાં ડર છે ક્યાંક આદમખોર આવીને મારા માસૂમને પણ ન ઉઠાવી જાય. આવી જ રીતે પળેપળ મોતના ડરે જીવન જીવતા આ મજબૂર માલધારીઓ બસ એક જ માંગ કરી રહ્યા છે જલદીથી પકડી લો લોહી તરસ્યા દીપડાને.

બગસરા પંથકના લુંઘિયા ગામે ખુલ્લા ખેતરમાં રહેતા આ માલધારીઓ દિવસ રાત જાગે છે. અત્યારસુધીમાં દીપડાએ તેની સંપતિ સમાન માલઢોરને મારીને નુકસાન તો પહોંચાડી જ દીધુ છે. તેની સહાય તો તેમને મળવી હશે ત્યારે મળશે પણ હાલ તો આ માલધારીઓ તેમના માસૂમ બાળકોને લઇને ચિંતિત છે.

બગસરા પંથક જ્યાં બેખૌફ બનીને ઘૂમી રહ્યો છે આદમખોર દીપડો. આદમખોરના આગમનની દસ્તકરૂપી દેખાય રહેલા દીપડાના પગના નિશાન જોઇને આખોયે બગસરા પંથક થરથર કાંપી રહ્યો છે. કેમકે દીપડો તો ઘરમાં ઘૂસીને લોકોને મારી રહ્યો છે. ત્યારે ખુલ્લા ખેતરમાં રહીને જ જીવન વ્યતિત કરતા આ માલધારીઓ સુરક્ષિત ગુજરાતમાં અસુરક્ષિતતાનો અહેસાસ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva

સરળતાથી મળશે હવે રેલવેની તત્કાલ ટિકિટ, નકલી એજન્ટોના રાફડાનો થયો પર્દાફાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!