GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

લૉકડાઉન: આ રીતે પણ રહી શકાય છે ટચમાં, વોટ્સએપ, ફેસબુક, વિડિયો કોલિંગમાં થયો વધારો

Whatsapp

મહામારીને પગલે મોટાભાગે લોકડાઉન માં લોકો પોતાને ઘરમાં કેદ રાખી રહ્યા છે. એવામાં સોશ્યલ મિડિયા અને ઇન્ટરનેટનો વપરાશ વધી ગયો છે. સોશ્યલ મિડીયાની આ સર્વિસમાં વર્ક ટુલ્સથી લઈને વિડિયો કોલ્સ તેમજ સોશ્યલ વેબસાઈટનો પણ સમાવેશ થાય છે. હાલમાં સૌથી વધારે વપરાશ વોટ્સએપનો થઈ રહ્યો છે. કન્ટારના રિપોર્ટ મુજબ વોટ્સએપની વપરાશમાં 40 ટકાનો વધારો થયો છે. કોરોના વાયરસ (covid -19)ના સંક્રમણના કારણે શરૃઆતમાં 27 ટકા વોટ્સએપનો વપરાશ વધ્યો હતો. તે પછીથી કોરોના વાયરસ ફેલાવાના બીજા તબક્કામાં મેસેજિંગ એપનો વપરાશ વધીને 41 ટકા પહોંચી ગયો છે. અને પછીથી તેના વપરાશમાં 51 ટકાનો વધારો થયો છે. વોટ્સએપ સાથે જોડાયેલા નંબરો અલગ અલગ વિસ્તારથી નથી જણાવ્યા પરંતુ સ્પેનમાં જ વોટ્સએપનો વપરાશ 76 ટકા વધારે જોવા મળ્યો છે.

વોટ્સએપ વિડિયો કોલમાં વધારો

કોરોનાને પગલે લોકો રૃટિન ફોન કરતાં વોટ્સએપ કોલને પણ પ્રાધાન્ય આપ્યું છે. સામે આવેલા રિપોર્ટ મુજબ વોટ્સએપ, ફેસબુક અને ઈંસ્ટ્રાગ્રામની વપરાશમાં 35 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ તરફથી 40 ટકા જેટલો વધારો થયો છે. મેસેજીંગ એપની સૌથી વધારે એક્ટિવીટી 18થી 40ની ઉંમરના યુઝર્સમાં વધારે જોવા મળી છે. આ સપ્તાહની શરૃઆતમાં ફેસબુકના વપરાશમાંપણ 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. કોરોનાનું સંક્રમણ જ્યાં વધુ છે તેવા વિસ્તારોમાં વોટ્સએપની મદદથી વિડિયો કોલ્સ તેમજ વોઈસ કોલ્સનું પ્રમાણ લગભગ બે ગણું વધ્યું છે.

ઈટાલીમાં સૌથી વધુ વપરાશ

સૌથી વધારે વપરાશ ઈટાલીમાં જોવા મળી છે. ઈટાલીમાં લોકો ફેસબુક એપ્સ પર 70 ટકા વધુ સમય વિતાવવા લાગ્યા છે. આ સિવાય ગ્રૂપ કોલિંગમાં પણ 1000 ટકાનો વધારો થયો છે. આ એપની મદદથી લોકો એકબીજા સાથે જોડાયેલા રહે છે. અને કોરોના સંબંધિત સમાચારોથી અપડેટ રહે છે. સોશ્યલ મિડિયા પર મળનારી જાણકારી પર ફક્ત 11 ટકા લોકો જ વિશ્વાસ કરે છે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!