GSTV

ભારતીય સેના એલર્ટ: લદાખમાં અટકી ચીની સેનાની પીછેહટ, 40 હજારથી વધુ સૈનિકો સૈન્ય શસ્ત્ર-સરંજામ સાથે તૈનાત

ચીન દગો ન કરે તો જ જગતને નવાઈ લાગે. દગાખોરી માટે  આખા જગતમાં  નામ કમાઈ ચૂકેલા ચીને લદ્દાખમાં પણ દગો કર્યો હોય  એવી શક્યતા જણાઈ રહી છે. કેમ કે ચીની સૈન્યની પીછેહટ બંધ થઈ ગઈ છે.

નક્કી થયા પ્રમાણે ચીની સૈન્ય એપ્રિલ મહિના પહેલા જ્યાં હતું એટલે પાછળ તેમણે જતું રહેવાનું હતું. 14મી જુલાઈએ ભારત-ચીન વચ્ચે છેલ્લી વાટા-ઘાટો થઈ હતી. ત્યાં સુધી ચીની સૈન્ય ધીમે ધીમે પીછેહટ કરતું પણ હતું. હવે ચીની સૈનિકો ફરીથી સિૃથર થયા છે. એ સંજોગોમાં ભારતીય સૈન્યની ત્રણેય પાંખો વધારે સતર્ક થઈ છે.

ચીનનો ઈરાદો શરૂઆતથી  જ શંકાસ્પદ

ઈન્ડિયન આર્મીએ  શરૂઆતથી જ એ વાતની ચોકસાઈ રાખી હતી કે ચીની સેના નક્કી થયા મુજબ પીછેહટ કરે. એ પછી ભારતીય સૈન્યએ પણ પાછા હટીને બફર ઝોન તૈયાર કરવાનો હતો. પણ ચીનનો ઈરાદો શરૂઆતથી  જ શંકાસ્પદ જણાય છે. એટલે કે ચીને દેખાડા પૂરતી થોડી પીછેહટ કરી છે, પણ હવે ફરીથી પીછેહટ અટકાવી દીધી છે.

ચીની સૈન્ય ફિંગર ચારથી પાછળ ખસીને ફિંગર-5 સુધી જ હટયુ

ચીનના ઈરાદાને સારી રીતે સમજતા ભારતીય સૈન્યના ઊચ્ચ અિધકારીઓએ એટલે જ વારંવાર કહ્યું હતુ કે ચીન પાછળ ખસે તેનું સતત નીરીક્ષણ કરતાં રહેવું જરૂરી છે.  નક્કી થયા પ્રમાણે ચીને ગલવાન-પેંગોગમાં ફિંગર-8 નામના પોઈન્ટ સુધી પાછુ ખસી જવાનું છે. પણ ચીની સૈન્ય ફિંગર ચારથી પાછળ ખસીને ફિંગર-5 સુધી જ હટયુ છે.

40 હજાર ચીની સૈનિકો ભારે શસ્ત્ર-સરંજામ સાથે એલએસીથી દૂર સ્થિર

પાછળ ખસવાને બદલે ચીનના 40 હજાર સૈનિકો ભારે શસ્ત્ર-સરંજામ સાથે એલએસીથી દૂર સ્થિર થયા છે. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે ચીની સૈન્ય લાંબો સમય ચાલે એટલો દારૂગોળો એકઠો કરીને બેઠું છે. ઊંચાઈ પર લડી શકાય એવી તમામ સામગ્રી ચીને ગોઠવી છે. સામે પક્ષે ભારતીય સૈન્યની ત્રણેય પાંખો પોતપોતાની રીતે સજ્જ છે.

એરફોર્સ કમાન્ડરોની બેઠક શરૂ

આજે ભારતીય વાયુસેનાના કમાન્ડરોની બેઠક દિલ્હીના વાયુસેના ભવન ખાતે આરંભાઈ  હતી. બે દિવસ ચાલનારી બેઠકનો પ્રારંભ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કરાવ્યો હતો. સિંહે આ તકે એરફોર્સને ટૂંકી નોટિસમાં ઉડાન ભરવા તૈયાર રહેવા જણાવ્યુ  હતું. સાથે સાથે બાલાકોટ એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરીને રાજનાથ સિંહે કહ્યું હતું કે તેનાથી દુશ્મનોને યોગ્ય સંદેશો મળ્યો  હતો. સાથે સાથે તેમણે વાયુસેનાની તમામ જરૂરિયાતો પુરી કરવામાં આવશે એવો વાયદો પણ કર્યો હતો.

વાયુસેનાની કામગીરી બિરદાવાઈ

લદ્દાખ સંઘર્ષના આ સમયમાં વાયુસેનાના  ટ્રાન્સપોર્ટ વિમાનોએ અસાધારણ કામગીરી કરીને સૈનિકો માટે જરૂરી સામગ્રી એલએસી પર પહોંચાડી છે. એ માટે વાયુસેનાને બિરદાવાઈ હતી. આ પ્રસંગે વાયુ સેનાધ્યક્ષ એર ચીફ માર્શલ ભદૌરિયાએ પણ કહ્યું હતું કે લદ્દાખમાં જે રીતે આપણે ટૂંકા ગાળામાં ફાઈટર વિમાનો તૈનાત કરી દેખાડયા એ રીતે આગામી દિવસોમાં કોઈ પણ પડકાર પહોંચી વળવા વાયુ સેના તૈયાર જ છે.

MUST READ:

Related posts

ડુંગળીની કિંમતોને નિયંત્રણ કરવા માટે સરકારે 15 ડિસેમ્બર સુધી આપી આયાત નિયમોમાં ઢીલ

Mansi Patel

દુશ્મનોની અભેદ ટેંકને 10 કિ.મી. દૂરથી તોડી પાડે તેવી ઘાતક મિસાઈલ ભારત વિકસાવી રહ્યું છે, ભારતીય આર્મી સજ્જ

Dilip Patel

યુઝર્સ પર કમ્પ્યુટર હાઈજેક થવાનો ભય વધ્યો, ગૂગલે જાહેર કર્યા PATCH

Karan
Do NOT follow this link or you will be banned from the site!