GSTV
Home » News » કાશ્મીરની શક્સગમ ખીણમાં ઝડપથી સડકનું નિર્માણ કરી કહ્યું છે ચીન, આર્મીનો ઈનકાર

કાશ્મીરની શક્સગમ ખીણમાં ઝડપથી સડકનું નિર્માણ કરી કહ્યું છે ચીન, આર્મીનો ઈનકાર

તાજેતરના દિવસોમાં ભારત અને ચીન વચ્ચે મોટા પ્રમાણમાં સંબંધો સુધારવા માટે કૂટનીતિક કોશિશોનો તબક્કો ચાલી રહ્યો છે. પરંતુ આવી કૂટનીતિક કોશિશો વચ્ચે બે વિવાદીત સ્થાનો પર ચીન દ્વારા સડક નિર્માણ થઈ રહ્યું હોવાના મીડિયા અહેવાલ છે. ડોકલામમાં સડક નિર્માણ મામલે 73 દિવસ સુધી ભારત અને ચીનની સેનાઓ ગત વર્ષ આમને-સામને રહી હતી. હવે પીઓકેની શક્સગમ ખીણમાં પણ સડક નિર્માણ ચાલી રહ્યું હોવાના અહેવાલ છે.

સૂત્રોને ટાંકીને અહેવાલમાં દાવો કરાયો છે કે શક્સગમ ખીણમાં દરેક ઋતુમાં કારગર સાબિત થાય તેવી સડકનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે. આ વિસ્તારમાં ઘણા મોટા પ્રમાણમાં બરફવર્ષા થતી હોય છે. સિયાચિનના ઉત્તરમાં આવેલી શક્સગમ ખીણમાં સડક નિર્માણનું કામ ઘણી ઝડપથી ચાલી રહ્યું હોવાના સૂત્રો દ્વારા દાવા કરાયા છે.

સિયાચિન માત્ર દુનિયાનું એક સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર જ નથી. પરંતુ ભારતીય સુરક્ષાદળો માટે રણનીતિક દ્રષ્ટિએ એક બેહદ મહત્વપૂર્ણ વિસ્તાર પણ છે. સૂત્રો મુજબ ચીન પહેલા જ અહીં લગભગ 75 કિલોમીટર લાંબી અને લગભગ દશ મીટર પહોળી સડકનું નિર્માણ કરી ચુકી છે. જ્યારે આ સડકનું નિર્માણ શક્સગમ નદીના પૂર્વ તટવર્તી વિસ્તારમાં થઈ રહ્યું છે.

આ વિસ્તારમાં હાલ અસ્થાયી મકાનો અને વાહનો પણ દેખાઈ રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ડોકલામ વિવાદ બાદ અહીં સડક નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. વર્ષની શરૂઆતમાં ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતને શક્સગમ ખીણમાં ચીનની સડક નિર્માણની ગતિવિધિઓ બાબતે સવાલ કરવામાં આવ્યો હતો.

ત્યારે જનરલ રાવતે કહ્યુ હતુ કે આ ખૂબ સાંકડી ખીણ છે. ત્યાં કોઈ નિર્માણ કાર્ય ચાલી રહ્યું નથી. ચીનની સડક શસ્કગમ ઘાટીમાંથી પસાર થતી નથી. જ્યારે જાન્યુઆરી માસમાં પ્રિન્ટમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં દાવો કરાયો હતો કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ 36 કિલોમીટર લાંબી સડકનું નિર્માણ કર્યું છે.

તેમાં લખવામાં આવ્યું હતું કે સેટેલાઈટ ઈમેજથી ખુલાસો થાય છે કે આ નવી સડક શસ્કગમ ખીણમાં ચીનની બે મિલિટ્રી પોસ્ટને જોડે છે. તેમાની એક પોસ્ટ પીએલએનું હેડક્વાર્ટર માનવામાં આવે છે. ટ્રાન્સ કારાકોરમ ટ્રેક્ટ શક્સગમ ખીણના ઉત્તરીય કારાકોરમ પર્વરતોમાં શક્સગામ નદીની બંને તરફ વિસ્તરેલો છે.

આ પ્રદેશ ભારતના અભિન્ન અંગ જમ્મુ-કાશ્મીર રાજ્યનો ભાગ છે અને તેને 1948માં પાકિસ્તાને ગેરકાયદેસર રીતે પોતાના કબજા હેઠળ લીધો હતો. 1963માં એક સરહદી સમજૂતી હેઠળ પાકિસ્તાને આ વિસ્તાર ચીનને ભેંટ કર્યો હતો. ભારત માટે આ વિસ્તાર જમ્મુ-કાશ્મીર રાજ્યનો હિસ્સો છે.

Related posts

ભરણ પોષણ માટે પતિએ પત્નીને 34 હજાર સિક્કા આપ્યા, જજ પણ જોતા રહી ગયા

Mayur

બ્રિટિશ ઓઈલ ટેન્કર પર ઈરાનનો કબજો, 18 ભારતીય સહિત 23 ક્રૂ મેમ્બરને છોડાવવા પ્રયાસ ચાલુ

Mayur

વરસાદના કારણે દિલ્હી, પંજાબ, હરિયાણામાં શાકભાજીના ભાવ આસમાને

Mayur
Do NOT follow this link or you will be banned from the site!