GSTV
Home » News » આજે કર્ણાટકમાં યેદિયુરપ્પાના મુખ્યમંત્રી બનવાના ઓરતા થશે પુરા

આજે કર્ણાટકમાં યેદિયુરપ્પાના મુખ્યમંત્રી બનવાના ઓરતા થશે પુરા

કર્ણાટકમાં કુમારસ્વામી સરકારના પતન બાદ હવે ભાજપે સરકાર રચવા માટે કવાયત તેજ કરી છે. જે અંતર્ગત આજે 11 વાગ્યે ધારાસભ્ય દળની મહત્વની બેઠક યોજાશે. પક્ષના નિરીક્ષકો પણ ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહેશે. બેઠકમાં બી એસ યેદિયુરપ્પાને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવશે.

એવું મનાઇ રહ્યું છે કે બેઠક બાદ ભાજપ રાજ્યપાલ વજુભાઇ વાળાને મળી સરકાર રચવાનો દાવો કરશે. જે બાદ યેદિયુરપ્પા શુક્રવારના રોજ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે. યેદિયુરપ્પાએ આ મામલે પક્ષના નેતાઓને પણ જાણકારી આપી દીધી છે.

karnataka congress mla

શું કેન્દ્ર સરકાર કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લગાવશે કે કેમ તે સવાલોના જવાબમાં કેન્દ્ર સરકારમાં સામેલ ટોચના નેતાઓએ જણાવ્યું કે કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો કોઇ સવાલ જ ઉભો નથી થતો. અમે કુમારસ્વામીના રાજીનામાનો રાજ્યપાલ દ્વારા સ્વીકાર કરવામાં આવે તેની રાહ જોઇએ છીએ.

Read Also

Related posts

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari

તુઘલકાબાદમાં ભડકેલી હિંસાના પગલે ભીમ આર્મીના ચીફ સહિત 91 લોકોની ધરપકડ

Mayur

આ યુનિવર્સિટીમાં એવી રેગિંગ થઈ કે 150 વિદ્યાર્થીઓના મુંડન કરાવી નાખ્યા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!