GSTV
India News Trending

કર્ણાટકમાં રાહુલને જશ આપવાનો તખ્તો તૈયાર, રાહુલ ગાંધીની સભાથી કરાશે ચૂંટણી પ્રચારની શરૂઆત

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીતની શક્યતા છે. કોંગ્રેસ જીતે તો તેનો યશ રાહુલ ગાંધીને આપવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે. એ માટે કર્ણાટકના ચૂંટણી પ્રચારની શરૂઆત રાહુલ ગાંધીની સભાથી કરાશે. કોંગ્રેસ રાહુલના કર્ણાટક પ્રવાસ પહેલાં 120 ઉમેદવારોનાં નામની જાહેરાત પણ કરી શકે છે.

કર્ણાટકમાં માર્ચના અંતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. તાજેતરમાં જ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર 3 દિવસના કર્ણાટક પ્રવાસે ગયા હતા. રાજીવ કુમારે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને ગમે ત્યારે હવે તારીખોની જાહેરાત થઈ શકે છે.

કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે 1300 કરતા વધુ ઉમેદવારોએ ટિકિટની માગ કરી છે. તેના કારણે કોંગ્રેસતરફી માહોલ હોવાની છાપ પડી રહી છે. પ્રદેશ પ્રમુખ ડી.કે. શિવકુમારે જાહેરાત કરી છે કે, રાજ્યની 224 વિધાનસભા બેઠકો પર અમે એ તમામને તક આપીશું જેમને છેલ્લી ચૂંટણીમાં ટિકિટ મળી નહતી. યુવાનો અને વધુમાં વધુ મહિલાઓને તક આપવામાં આવશે.

Related posts

ગરમીની સિઝનમાં હોઠનો રંગ ખીલતો દેખાય તે માટે અજમાવો લિપસ્ટિકના આ લાઇટ અને સોફ્ટ શેડ્સ

Drashti Joshi

વિવાદાસ્પદ નિવેદન આપી ચર્ચામાં આવ્યા નસીરુદ્દીન શાહ, ઈસરો ચીફ પર કાઢી ભડાસ

Siddhi Sheth

આ અઠવાડિયે આ 4 આઇપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક

Vushank Shukla
GSTV