GSTV

જિલ્લાની રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન, ગાંધીનગર ઉપરાંત બીજા જિલ્લાઓમાં પણ નગરચર્યાએ જગતના નાથ

Last Updated on July 5, 2019 by

રાજ્યમાં સૌથી લાંબી ગાંધીનગર શહેરની રથયાત્રા ઉપરાંત જિલ્લાના કલોલ,દહેગામ, માણસા, પેથાપુર, સાદરા અને અડાલજમાં પણ રથયાત્રા નીકળે છે. આ ઉપરાંત હવે ગામડાઓમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગ્રામજનો દ્વારા નીકાળવવામાં આવે છે.

ત્યારે આ ધાર્મિક પ્રસંગમાં અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ પણ સતત સ્ડેન્ડ ટુ રહી હતી. જો કે કોમી એકતાના સંદેશા સાથે જિલ્લાની રથયાત્રાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. જેથી પોલીસ સહિત સમગ્ર વહિવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીએ આજે કલોલ નગરની પરિક્રમા કરી હતી. સવારે સત્યનારાયણ મંદિરેથી રથયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું. રથયાત્રામાં સ્વાગત માટે ઠેરઠેર નાસ્તા પાણી અને શરબતના કેમ્પ યોજવામાં આવ્યા હતા. રથયાત્રામાં ૧૦૦થી વધુ ભજન મંડળીઓ, ૧૧૦ ટ્રેકટર, પ ડીજે સાઉન્ડ, ર અખાડા, ૧પ ઘોડેશ્વર, દસ ટેબ્લો, રામલક્ષ્મણ અનેશીવજીના પરિવારની માનવ પ્રતિકૃતિ અને ભજનના લાઈવ શોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

અખાડીયનોએ પણ શારીરીક કરતબો બતાવી નગરજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કલોલ શહેર તાજીયા કમિટિ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરી કોમી એખલાશનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું હતું. દિવસભર નગરચર્યા કરી રથયાત્રા સાંજે નિજ મંદિર પરત ફરી હતી.

દહેગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દહેગામ નગરના વાસીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો.આરએસએસના યુવા કાર્યકર્તાઓ દ્વારા રથયાત્રામાં એક હજાર રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે ગામની મહિલાઓએ આરતી ઉતારી અને ભગવાનની રથયાત્રામાં શ્રધ્ધાપૂર્વક જોડાઈ હતી.

Read Also

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!