ધરતીપૂત્રોનો ધરતી પરથી થઈ રહ્યો છે નાશ: રાજ્યનાં વધૂ એક ખેડૂતે કરી આત્મહત્યા, કારણ છે દેવુ

રાજયમાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યો છે. જુનાગઢના વંથલીમાં બંટીયા ગામે ખેડૂતે અગ્નિસ્નાન કરીને જીવન ટૂંકાવ્યુ છે. હરસુખ અરદેસણા નામના ખેડૂતનો પાક નિષ્ફળ ગયો હતો. તેના પરિવારનુ માનીએ તો દેવુ વધી જતા છેલ્લા બે ચાર દિવસથી તેઓ ચિંતિત હતા. આખરે ચિંતામાં કોઇ રસ્તો ન મળતા ખેડૂતે અગ્નિસ્નાન કરીને આપઘાત કર્યો છે. પોલીસે ખેડૂતના મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ ફરિયાદન કવાયત હાથ ધરી હતી.

એક તરફ આ વર્ષે મેઘો રીંસાયો છે, તો બીજી બાજુ મોંઘવારી ચિંતાજનક રીતે વધી રહી છે. એવામાં ધરતીપુત્રો ધીરજ ગુમાવી રહ્યાં છે અને ના છૂટકે આપઘાત કરી રહ્યાં છે. એવામાં વધુ એક ખેડૂતે આપઘાત કરી લીધો છે. જૂનાગઢના વંથલીના ખેડૂતે પાક નિષ્ફળ જવાની બીકે અગ્નિસ્નાન કરી લીધું.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો હરસુખભાઇના ઘરે પહોંચી ગયા હતો અને પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બહાર આવ્યું કે હરસુખભાઇએ કેરોસીન છાંટી અગ્નીસ્નાન કર્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter