જૂનાગઢમાં રાયજીનગરમાં બાંધકામ મામલે પૂર્વ કમિશનરથી લઈ એન્જિનિયરના નામ કોર્ટમાં પહોંચ્યા

જૂનાગઢના રાયજીનગરમાં પાર્કિંગ અને માર્જીનની જગ્યા પર ગેરકાયદેસર રીતે કોમર્શિયલ બિલ્ડીંગના નિર્માણ મામલે કોર્ટમાં રિપોર્ટ દાખલ કરવામા આવ્યો છે. આ રિપોર્ટ એસીબીએ દાખલ કર્યો છે. રિપોર્ટમાં મનપાના પૂર્વ કમિશનર, પૂર્વ નાયબ કમિશનર, પૂર્વ નગર નિયોજક, ચીફ એન્જિનિયર, બાંધકામ શાખાના એન્જિનિયર અને દબાણ શાખાના અધિકારીઓ સામે ગુનો દાખલ થતો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ મામલે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. ઈમ્પેક્ટ ફીના ઓઠા હેઠળ ગેરકાયદેસર રીતે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્લોટને રેગ્યુલાઇઝ કરવાનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. કોર્ટ દ્વારા સમગ્ર મામલાની તપાસ એસીબીને સોંપવામાં આવી હતી. ત્યારે એસીબીએ કરેલી પ્રાથમિક તપાસમાં ગેરરીતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter