GSTV
Home » News » જૂનાગઢમાં સંચાલકો ક્લાસીસને તાળા મારી ભાગ્યા જાણો કેમ

જૂનાગઢમાં સંચાલકો ક્લાસીસને તાળા મારી ભાગ્યા જાણો કેમ

સુરતમાં અગ્નિકાંડની ઘટના બાદ જૂનાગઢમાં વહીવટીતંત્રએ કુંભકર્ણની નિંદ્રામાંથી ઉઠીને આળસ ખંખેરી છે. તો જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશો એસી ચેમ્બરોમાં મીટીંગોમાં જ વ્યસ્ત રહ્યા હોવાનો ડોળ કર્યો. જૂનાગઢમાં અનેક કોમ્પ્લેક્ષોમાં ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે. આ ટ્યુશન ક્લાસીસને મંજૂરી છે કે કેમ તેની ખબર નથી. ગીચ અને સાંકડા વિસ્તારોમાં અનેક કોમ્પ્લેક્ષોમાં ક્લાસીસ ચાલી રહ્યા છે. તો આવી સાંકડી જગ્યાએ રેસ્ટોરન્ટ અને ફાસ્ટ ફૂડની દુકાનો પણ ધમધમી રહી છે.

આ એવી જગ્યા છે જ્યાં લોકોની વધુ અવરજવર રહેતી હોય છે. સુરતની અગ્નિકાંડની ઘટના બાદ જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ એસી ચેમ્બરોમાં કલાકો સુધી મિટિંગ કરી. પછી મોટું તીર મારવા નીકળ્યા હોય તેમ ટીમ બનાવીને કેટલાક ટ્યુશન ક્લાસીસોમાં ચેકિંગ હાથ ધર્યું પરંતુ સંચાલકોને ગંધ આવી જતાં ક્લાસીસને તાળા મારી દીધા. જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર શાખા પાસે કોઈ એવા આધુનિક વાહનો કે સાધનો પણ નથી કે કોઇ મોટી દુર્ઘટના બને તો તેમાં યોગ્ય રીતે બચાવ કામગીરી કરી શકે. તંત્ર આ વાત જાણે છે પરંતુ લાગી રહ્યું છે કે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે.

READ ALSO

Related posts

સુરત અગ્નિકાંડ : ન્યાયની માગ સાથે ઉપવાસ પર બેઠેલા દિપક પટેલની ધરપકડ, લોકોમાં ભારે રોષ

Nilesh Jethva

ન્યુ ઈન્ડિયા તમારા સુઘી રાખો અમને જુનુ ભારત આપી દો, મોબ લિંચિંગ પર આઝાદે મોદીને ઘેર્યા

Kaushik Bavishi

શોએબ અખ્તરે કહ્યું બ્રેનલેસ કેપ્ટન, પાકીસ્તાની કેપ્ટને આપ્યો જડબાતોડ જવાબ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!