GSTV
Home » News » કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, આ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા પક્ષમાં ભડકો

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, આ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા પક્ષમાં ભડકો

જૂનાગઢ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે…જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો થયો છે..પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં જૂથવાદ સપાટી પર આવ્યો છે..મિટીંગમાં મનપાના વિરોધપક્ષના નેતાનું આગમન થતા જ વિવાદ સર્જાયો છે…ધારાસભ્ય ભીખાભાઈ જોશીના સમર્થકો મિટીંગમાંથી અધવચ્ચે જ જતા રહેતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે…બેઠકમાં પણ પાંખી હાજરી થતા નિરીક્ષકો નારાજ થયા છે.

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ માથી આજે નિરીક્ષકો મોકલી જૂનાગઢની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો હતો પ્રથમ બેઠકમાં જ કોંગ્રેસનો જૂથવાદ સામે આવ્યો હતો.

જેમાં પ્રદેશના નિરીક્ષકો બ્રિજેશ મેરજા હેમાંગ વસાવડા અને એમ.એ. બ્લોચ ની હાજરીમાં જૂનાગઢ ના કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્ય અને પ્રદેશ નિરીક્ષકો વચ્ચે બેઠક ચાલતી હતી તેવામાં મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કેપ્ટન સતીષ વીરડા અને તેના સમર્થકો આવતા ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને તેના સમર્થકો મીટીંગ હોલમાં થી બહાર નીકળી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને તેના સમર્થકો અલગ એક હોલમાં બેસી ગયા હતા બાદમાં આ અંગે પ્રદેશ નીરક્ષકે જણાવ્યું હતું કે દરેક પાર્ટીઓમાં વિચાર ભેદ હોય છે અને તે ચૂંટણી પહેલા નિરાકરણ થઈ શકશે અને જુથવાદ હોવાનો આડકતરી રીતે સ્વીકાર પણ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

ડાયટ વગર પણ ફટાફટ ઓગાળશે પેટની ચરબી, રોજ કરો આ એક આસન

NIsha Patel

લોટમાં ઉમેરો આ 1 ખાસ વસ્તુ, બધી જ રોટલી બનશે ફૂલીને દડા જેવી, સાથે-સાથે એકદમ સોફ્ટ પણ

NIsha Patel

દૂધ ખુલ્લુ મૂકવા સહિત આ 5 ભૂલો ન કરતાં ભૂલથી પણ, બગડશે બધાં જ બનતાં કામ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!