GSTV
Home » News » જૂનાગઢમાં એક મહિલા આપઘાત કરવા માટે હોસ્પિટલના આઠમાં માળે પહોંચી, પછી થયું એવું કે…

જૂનાગઢમાં એક મહિલા આપઘાત કરવા માટે હોસ્પિટલના આઠમાં માળે પહોંચી, પછી થયું એવું કે…

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કરતા દોડધામ મચી હતી. જોકે ચોકીદારોની સજાગતાને કારણે મહિલાને બચાવી લેવાઈ છે. ઝાંઝરડા રોડ પર રહેતી પરિણીતાને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પાંચમા માળે એડમિટ હતી. ત્યારે મહિલાએ હોસ્પિટલના આઠમા માળેથી કુદકો મારવાનો પ્રયાસ કર્યો હતો. પણ ચોકીદારોએ મહિલાને બચાવી લીધી હતી. કૌટુંબીક કંકાસના કારણે મહિલાએ બીજીવાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

બે દિવસ પહેલા તેણે દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એટલે સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલના પાંચમા માળે ખસેડાઈ હતી. અચાનક જ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ અને સિવિલ હોસ્પિટલના સ્ટાફને મહિલા આપઘાત કરતી હોવાનું ધ્યાને આવતા તાબડતોબ હોસ્પિટલની અગાસી પર જઈ સિક્યુરીટી જવાનોએ મહિલાને બચાવી લીધી હતી. અને બાદમાં સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં પોલીસને સોંપી દેવામાં આવી હતી.

READ ALSO

Related posts

શિવ થાપાએ રચ્યો ઈતિહાસ, પ્રેસિડેન્ટ કપમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

Mansi Patel

હિતેશ ભાઈએ દુર્ગંધયુક્ત પાણીમાં પણ પરિશ્રમના બળે સુગંધીદાર ફુલોનું ઉત્પાદન કેવી રીતે કર્યું

Mayur

કૃષિ વિશ્વ : સજીવ ખેતી કરશો તો ખુલી જશે સફળતાના દ્રાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!