GSTV

ઝટકો/ એકમાત્ર જુલાઈમાં જ 32 લાખ પગારદારોએ નોકરી ગુમાવી, અર્થતંત્રમાં રિકવરી પણ નોકરીઓ નથી

Last Updated on August 3, 2021 by Zainul Ansari

કોરોનાની બીજી લહેરનું જોર ઓછું થયા બાદ આર્થિક મોરચે સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે પણ રોજગારીના મુદ્દે ફરી એક વખત માઠા અહેવાલો સામે આવ્યા છે. જુલાઈ મહિનામાં 32 લાખ પગારદાર લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. જુન મહિનામાં પગારદાર લોકોની સંખ્યા 79.70 મિલિયન હતી અને જુલાઈ મહિનાના અંતે આ સંખ્યા 76.49 મિલિયન થઈ ગઈ છે. આમ લગભગ 32 લાખ લોકોએ નોકરીથી હાથ ધોવા પડ્યા છે.

લોકડાઉન

કોરોનાકાળ પહેલા જુલાઈ 2019માં પગારદાર લોકોની સખ્યા 86 મિલિયન હતી. આર્થિક ક્ષેત્રના જાણકારોના કહેવા પ્રમાણે હાલમાં એમ્પ્લોય માર્કેટમાં રિકવરી જોવા મળી રહી નથી.જે લોકોની નોકરી જઈ રહી છે તે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તરફ વળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જુલાઈ સપ્ટેમ્બર 2020માં બેરોજગારી દર વધીને 13.3 ટકા થયો હતો. જે તેના એક વર્ષ પહેલા 8.4 ટકા રહ્યો હતો.

જુલાઈમાં ભારતનો બેરોજગારી દર ચાર મહિનામાં સૌથી નીચલા સ્તર પર આવ્યો છે. આ સંકેત છે કે ભારતની અર્થવ્યવસ્થા ફરી રિકવરીના પંથે અગ્રેસર છે. દેશમાં જીએસટી અને સેલ્સ ટેક્સ કલેકશન, માંગમાં વૃદ્ધિ પણ દર્શાવી રહી છે સ્થિતિ સુધરી રહી છે અને નાની-મોટી કંપનીઓ આગળ આવીને રોજગાર સર્જન કરી રહી છે.

ખાનગી સંસ્થા સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી પ્રાઇવેટ લિમિટેડના તાજેતરના આંકડા મુજબ બેરોજગારીનો દર ગયા મહિને 9.17% થી ઘટીને 6.95% થયો છે. જ્યારે ગ્રામીણ બેરોજગારીનો દર ઘટીને 6.3% થયો છે અને શહેરી બેરોજગારી 8%થી ઉપર રહી છે.

દેશમાં નોકરીઓ પુન:સર્જન અર્થતંત્ર માટે સકારાત્મક છે. ભારતના અર્થતંત્રમાં ખાનગી વપરાશ કુલ ઘરેલુ ઉત્પાદન(GDP)ના 60% જેટલો હિસ્સો ધરાવે છે,જે ગત નાણાંકીય વર્ષમાં કોરોના મહામારીને કારણે થયેલ અભૂતપૂર્વ સંકોચનમાંથી રિકવર થઈ રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ(IMF)એ નાણાંકીય વર્ષ 2021-22 માટે ભારતના વિકાસદરનું અનુમાન ઘટાડીને 9.5% કર્યું હતુ,જે દેશની સેન્ટ્રલ બેંક RBIના અનુમાનની સાપેક્ષે જ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દેશના અર્થતંત્રને સહારો આપવા માટે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી વ્યાજદર રેકોર્ડ નીચલા લેવલે યથાવત રાખ્યાં છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના રવિવારે જાહેર કરાયેલા ગુડ્સ અને સર્વિસ ટેક્સના ડેટા દર્શાવે છે કે ગુડ્સ અને સર્વિસ ટેક્સ કલેક્શન જૂનના ઘટાડા બાદ સુધરીને જુલાઈમાં ફરી 1 લાખ કરોડને પાર નીકળ્યું છે. આ સિવાય આઇએચએસ માર્કિટના સોમવારે જહએર થયેલ ડેટમાં જોવા મળ્યું કે ભારતની ઉત્પાદન પ્રવૃત્તિઓ પણ ગત મહિને કોરોના વાયરસના નિયંત્રણો હળવા થતા ઝડપથી વધી રહી છે.

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!