GSTV

ઝારખંડમાં અમિત શાહ ભીડ જોઈને ભડક્યા, આટલા લોકોથી શું ચૂંટણી જીતીશું? હું પણ વાણિયો છું અને મને બેવકૂફ ના સમજો

મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવ્યા બાદ ભાજપ હવે ઝારખંડમાં ચૂંટણી જીતવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઝારખંડમાં એક પછી એક રેલીઓ કરી રહ્યા છે. ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ પણ એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે.

જોકે આજે ઝારખંડની એક રેલીમાં અમિત શાહે આશ્ચર્યજનક વાત કરીને રેલીમાં આવેલા ઓછા લોકો પર નિવેદન આપ્યુ હતુ .અમિત શાહે કહ્યુ હતુ કે, અહીંયા 10,000થી 15,000 લોકો છે અને આટલા લોકોથી શું ચૂંટણી જીતીશું? હું પણ વાણિયો છું અને મને બેવકૂફ ના સમજો.

ભાજપના કાર્યકરો અને હાજર લોકોને સંબોધતા અમિત શાહે કહ્યુ હતુ કે, હું તમને એક રસ્તો બતાવુ છું. અહીંયા હાજર તમામ લોકો પોતાના મોબાઈલથી બીજા 25 લોકોને ફોન કરે અને ભાજપને વોટ આપવા માટે સમજાવે. ઉલ્લેખનીય છે કે, ઝારખંડમાં ભાજપ હાલમાં સત્તા પર છે અને સતત બીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે પ્રયાસ કરી રહી છે.

ઝારખંડમાં ભાજપ હાલમાં સત્તા પર છે અને સતત બીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે પ્રયાસ કરી રહી

ઝારખંડ વિધાનસભા ચૂંટણી જીતવા ભાજપે જોરદાર પ્રયાસો શરૂ કર્યા

ઝારખંડ વિધાનસભા ચૂંટણી જીતવા ભાજપે જોરદાર પ્રયાસો શરૂ કર્યા છે. તે અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે આજે ચતરામાં એક રેલી સંબોધિત કરી હતી. જ્યાં તેઓએ ભગવાન બિરસા મુંડેને યાદ કરી આદિવાસી કાર્ડ ખેલ્યું હતું. સાથે જ કેન્દ્રીય મંત્રીએ અયોધ્યા પર આવેલા ચૂકાદાનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. અમિત શાહે કાશ્મીરમાંથી હટાવવામાં આવેલા આર્ટિકલ 370ને લઈને કહ્યું કે કોંગ્રેસે વોટબેંકની રાજનીતિને કારણે આ આર્ટિકલ અત્યારસુધી સાચવીને રાખ્યા હતા.

ગૃહમંત્રીએ ઝારખંડમાં કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોર્ચની સરકાર જ્યારે બની ત્યારે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાના પણ આક્ષેપ કર્યા. સાથે જ રઘુવર દાસની સરકારની પ્રશંસા કરી ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો દાવો કર્યો. અમિત શાહે ચૂંટણી સભા સંબોધતા કોંગ્રેસ અને ઝામુમોના ગઠબંધન પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

આ ઉપરાંત ઝારખંડ રાજ્ય ત્યારે બન્યું જ્યારે કેન્દ્રમાં અટલજીની સરકાર આવી હતી. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે આ નક્સલવાદથી પ્રભાવિત વિસ્તાર હતો પરંતુ ભાજપની સરકાર બન્યાં બાદ મહદઅંશે નક્સલવાદ સમાપ્ત થઈ ગયો છે અને હવે રાત્ર 12 વાગ્યે પણ કોઈ દીકરીના લગ્ન કરાવી શકાય છે તે શક્ય છે તેવો દાવો પણ કર્યો છે. ચૂંટણી સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ ભીડને 25-25 લોકોને ફોન કરીને ભાજપને વોટ આપવાની અપીલ કરી છે. ભાજપ સતત બીજી વખત ચૂંટણી જીતવાના પ્રયાસમાં છે.

READ ALSO

Related posts

IPL 2020: રાજસ્થાન રોયલ્સનો પડકાર શમી ગયો, કોલકાતાનો શાનદાર વિજય

Pravin Makwana

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાયો, DGCAએ બહાર પાડ્યો સર્કુલર

Mansi Patel

VIDEO: મહિલાના ઘરમાં નિકળ્યો બે મોઢાવાળો સાપ, અહીં આ વીડિયોમાં જુઓ દુર્લભ પ્રજાતિનો જીવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!