GSTV
Gujarat Government Advertisement

ભાજપ માટે આ બેઠકો બની માથાનો દુખાવો: અહીં ધારાસભ્યના ટેકેદાર સામે સાંસદના ટેકેદાર જીત્યા

ભાજપ

વડોદરા જિલ્લા પંચાયતની કેટલીક બેઠકો ભાજપ માટે માથાના દુખાવારૃપ બની હતી.આ બેઠકોના પરિણામ આ મુજબ છે.

Gujarat Government Advertisement

(૧) જરોદઃ વાઘોડિયા તાલુકાની જિ.પં.ની આ બેઠક પર સાંસદ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના ટેકેદાર રાજેન્દ્ર પટેલની સામે દબંગ ધારાસભ્યના ટેકેદાર મયુદ્દીન પટેલ અપક્ષ ઉમેદવાર હતા.આ જંગમાં સાંસદ ત્રણ દિવસ સુધી પ્રચારમાં આ બેઠક પર રહ્યા હતા.આખરે આ બેઠક પર સાંસદના ટેકેદાર સૌથી વધુ મતની સરસાઇથી વિજેતા બન્યા છે.

ભાજપ

(૨) પોરઃ વડોદરા તાલુકાની જિ.પં.ની આ બેઠક પર ભાજપના કરજણના પૂર્વ ધારાસભ્યના ટેકેદાર અશોક પટેલની સામે ભાજપના જિલ્લા ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી ગોપાલસિંહ ટાટોડે કોંગ્રેસમાંથી ટિકિટ મેળવી હતી.ભાજપના ઉમેદવારને હરાવવા માટે ભાજપના જ એક આગેવાનના પુત્રનો કેશ ફોર વોટનો વીડિયો પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

(૩) સીમળીયાઃડભોઇ તાલુકાની આ બેઠક પર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલારના પુત્ર અને ભાજપના ધારાસભ્યના ટેકેદાર અશ્વિન વકીલ વચ્ચે જંગ હતો.પૂર્વ ધારાસભ્યને સસ્પેડન્ડ પણ કરવામાં આવ્યા હતા.આ બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

Bansari

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!