GSTV
Home » News » Japan Open : પીવી સિંધુ અને પ્રણૉયનો પરાજય, શ્રીકાંતે ક્વાર્ટર ફાઇનલમાં મેળવ્યું સ્થાન

Japan Open : પીવી સિંધુ અને પ્રણૉયનો પરાજય, શ્રીકાંતે ક્વાર્ટર ફાઇનલમાં મેળવ્યું સ્થાન

ભારતની ટોચની મહિલા શટલર પીવી સિંધુ તથા એચએસ પ્રણોયનું જાપાન ઓપન બેડમિન્ટન ગુરૂવારે સમાપ્ત થઈ ગયું. જોકે, કિદામ્બી શ્રીકાંત 7,00,000 ડોલરની ઈનામી રકમ ધરાવતી ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે.

સિંધુને વિમેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં ચીનની ગાઓ ફેન્ગજિએ વિરુદ્ધ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સિંધુ એક વર્ષ બાદ કોઈ ટુર્નામેન્ટના શરૂઆતના રાઉન્ડમાંથી બહાર થઈ છે. સિંધુએ 55 મિનિટ ચાલેલા મુકાબલામાં મજબૂત લડત આપી હતી પરંતુ વિશ્વની 14મી ક્રમાંકિત ખેલાડી સામે તેને 18-21, 19-21થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ગત વર્ષે ઓક્ટોબરમાં સિંધુ ડેનમાર્ક ઓપનના પ્રથમ રાઉન્ડમાં હારી ગઈ હતી.ભૂતપૂર્વ નંબર વન ખેલાડી કિદામ્બી શ્રીકાંતને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવા માટે વધારે મહેનત કરવી પડી ન હતી. તેણે હોંગકોંગના વોંગ વિંગ કિ વિન્સેન્ટને 21-15, 21-14થી પરાજય આપ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા ભારતીય ખેલાડી હવે ક્વાર્ટર ફાઈનલમાં કોરિયાના લી ડોંગ કેઉન સામે મુકાબલો કરશે.

જોકે, મેન્સ સિંગલ્સના અન્ય ખેલાડી એચએસ પ્રણોયનું અભિયાન સમાપ્ત થઈ ગયું હતું. તેણે એન્થોની સિનિસુકા ગિન્ટિંગ વિરુદ્ધ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ઈન્ડોનેશિયાનો આ ખેલાડી જાયન્ટ કિલર સાબિત થયો છે કેમ કે તેણે એશિયન ગેમ્સમાં જાપાનના કેન્ટો મોમોતા અને ઓલિમ્પિક ચેમ્પિયન ચેન લોંગને હરાવ્યો હતો.

ડબલ્સમાં મનુ અત્રી અને બી.સુમીત રેડ્ડીની જોડીને મેન્સ ડબલ્સના મુકાબલામાં હે જિટિંગ અને તાન ક્વિઆંગની ચીની જોડી સામે 18-21, 21-16, 12-21થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. મિક્સ ડબલ્સમાં પ્રણવ જેરી ચોપરા અને એન.સિક્કી રેડ્ડીની જોડી મેલિશાયની ચાંગ પેંગ સૂન અને ગોહ લિયુ યિંગની જોડી સામે 16-21, 16-21થી હારી ગઈ હતી.

Related posts

92 રનની ઈનિંગ રમી સ્ટીવ સ્મિથે રચી દીધો આ મોટો ઈતિહાસ

Path Shah

જોફ્રા આર્ચરની 148 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે આવેલી બોલ સ્મિથના ગળામાં વાગી અને…

Mayur

વર્લ્ડકપની હાર માટે જવાબદાર કોણ તેનો રવિ શાશ્ત્રીએ જવાબ આપી દીધો છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!