GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 328 કેસ નોંધાયા, આરોગ્ય મંત્રાલય

જમાતી

દેશમાં કોરોના વાયરસે તેની ઝડપ પકડવાની ચાલુ કરી દીધી હોય તેમ છેલ્લા 24 કલાક દરમિયાન 328 નવા કોરોના સંબંધિત કેસ નોંધાયા છે. જ્યારે કોરના વાયરસથી અત્યાર સુધીમાં 50 લોકોના મોત થયાનું આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું. દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 1965 કેસ છે. સારવાર બાદ 151 દર્દીઓ સાજા થયા હતા. છેલ્લા 24 કલાકમાં 12 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમણે એમ પણ માહિતી આપી હતી કે દેશભરમાં તબલિગી સમુદાય સાથે જોડાયેલા 400 લોકોમાં કોરોનાનો કેસ પોઝીટીવ આવ્યો છે.

1804 લોકોને કોરન્ટાઈન કરી દેવામાં આવ્યા

આ સિવાય આ લોકોના સંસર્ગમાં આવેલા કુલ 1804 લોકોને કોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. લવ અગ્રવાલે કહ્યું કે કોરોના સામેની લડત હજી પણ ચાલુ છે. આમાં દરેકને સહકારની જરૂર છે. બધા ધર્મોના લોકો સામાજિક અંતરને અનુસરે છે. રાજ્ય સરકારો લોકડાઉનનું કડક પાલન કરાવી રહ્યા છે. મુંબઈના ધારાવીમાં કોરોનાથી મોત નીપજ્યું છે, જેના પછી આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.

યુપી સરકારે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો

ઉત્તર પ્રદેશ સરકારે કોરોના વાયરસના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. 1 માર્ચ પછી જે કોઈપણ વિદેશથી પરત ફર્યો છે તેણે તરત જ આ નંબર પર સંપર્ક કરવો પડશે. મુખ્ય સચિવ તબીબી આરોગ્ય અમિત મોહને ટોલ ફ્રી 18001805145 જાહેર કર્યા છે. તેમણે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ચીફ મેડિકલ ઓફિસરને
આ અંગે કડક પાલન કરવા નિર્દેશ આપ્યો છે.

આંધ્રપ્રદેશમાં નવા 21 કેસ નોંધાયા

આંધ્રપ્રદેશમાં નવા 21 કેસ નોંધાતા કુલ 132નો આંક થયો છે. રાજસ્થાનમાં પણ નવા 11 કેસ નોધાયા છે. દેશમાં છેલ્લા 4 દિવસમાં કેસ ડબલ થઈ જતાં હવે લોકોએ ખૂબજ સાવધાની રાખવાની જરૃર છે. તબલિગી મરકજ સાથે સંકળાયેલા લોકોને પણ કોરન્ટાઈન કરાઈ રહ્યા છે.

READ ALSO

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!