ગણેશ મહોત્સવની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જેને લઇને હવે ગણેશજીની પ્રતિમાઓને આખરી ઓપ આપવામાં કારીગરો વ્યસ્ત બન્યા છે. જેમાં ઇડરના બડોલીની મહીલાઓ ગૃહ ઉદ્યોગ દ્રારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ અને તે પણ નારીયેરના છોતરા અને માટીમાંથી બનાવીને બઝારમાં મુકે છે. જેથી પર્યાવરણની જાળવણી સાથે ઉત્સવની અનોખી રીતે ઉજવણી થઇ રહી છે
બજારોમાં અવનવી પ્રકારની ગણેશજી મુર્તીઓ જોવા મળી રહી છે. પરંતુ નારીયેળના છોતરામાંથી તૈયાર કરેલી આ પ્રતિમા વિશેષ છે. નાળીયેરના છોતરા અને માટીમાંથી તૈયાર કરેલી પ્રતિમા દેખાવમાં તો વિશેષ લાગે જ છે. સાથોસાથ પર્યાવરણ મિત્ર પણ છે.
સાબરકાંઠાના ઇડરના બડોલી ગામની મહીલાઓનું નાનકડુ મંડળ પવિત્ર નારીયેળના છોતરાંઓમાંથી આ ગણેશનું સર્જન કરે છે.
માટીમાંથી આકાર અને આકાર ને સરસ રીતે આકર્ષક બનાવવા માટે આ મહિલાઓ ગણેશજીની પ્રતિમાને નારીયેળના છોતરાંથી સુશોભિત કરે છે.
પર્યાવરણની જાળવણી માટે અને પ્રદુષણ ન થાય તે માટે ભક્તો અવનવા પ્રયાસ કરે છે. જેમાં છેલ્લા પાંચ વર્ષથી બડોલીની મહીલાઓ પર્યાવરણને અનુકુળ પ્રતિમાઓનું સર્જન કરે છે.
ગુજરાતમાં અમદાવાદ તેમજ મુંબઇ અને નાગપુરથી પણ આ પ્રતિમા માટે ખાસ ઓર્ડર મળી રહ્યા છે. જેમાં બડોલીનું આ સખી મંડળ એક ફુટથી લઈને 8 ફુટ સુધીની મુર્તીઓ તૈયાર કરીને પર્યાવરણ બચાવના સંદેશની સાથે આર્થિક રીતે પણ પગભર બની રહી છે.
Read Also
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો