GSTV

ઘરમાં રૂનો ભૂલથી પણ સંગ્રહ ન કરતા નહીં તો પરિવારને લઇ જવો પડશે હોસ્પિટલમાં

કપાસના કારણે સ્થિતિ એવી થઇ છે કે કપાસના તૈયાર થયેલો પાક ખેડૂત પોતાના ઘરે સ્ટોર કરે તો મુશ્કેલી, જો ખેડૂત મજુરો રાખીને માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડે તો મજુરને મુશ્કેલી, ત્યાં સુધી કે માર્કેટિંગ યાર્ડમાં હરાજીના સમયે કપાસને વેપારીથી અડકી જવાય તો પણ મુશ્કેલી ઉભી થઇ જાય. આવું જ થઇ રહ્યું છે બાબરાના માર્કેટિંગ યાર્ડમાં..

આખા શરીરમાં ખંજવાળ અને ફોડકીઓ

આ મુશ્કેલી બીજું કાંઈ નહિ પરંતુ કપાસમાં રહેલી જીવાતો છે. આ જીવાતો એટલી સૂક્ષ્મ હોય છે કે તે દેખાતી પણ નથી. પરંતુ તેને ભૂલથી અડાય પણ જાય તો આખા શરીરમાં ખંજવાળ અને ફોડકીઓ થઇ જાય છે. આ વર્ષે કપાસના પાકમાં આ જીવાતે બાબરા પંથકમાં આતંક મચાવ્યો છે. આ કપાસની જીવાતોના આતંકના કારણે ખેડૂતો, મજૂરો અને આ કપાસની ખરીદી કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

ઘરે નથી રાખી શકાતુ કપાસ

આ કપાસમાં આવેલી જીવાતોના કારણે ખેડૂત પોતાના ઘરે આ કપાસને રાખી શકતો નથી. કારણ કે જો તેના ઘરે આ કપાસને રાખે તો પરિવાર આ જીવાતોના ઝપેટમાં આવી જાય છે. આ કપાસ બાબરાના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત લઈને આવે છે. ત્યારે અહીં કામ કરતા મજુરો સૌથી વધારે મુશ્કેલીમાં મુકાય છે. મજુરો આ કપાસ સાથે કામ કરતા હોય છે જેથી તેઓના આખા શરીર અને વાંસાના ભાગ પર ફોડકીઓ નીકળી પડે છે.

ઠંડા પાણીથી સ્નાન બાદ રાહત

જેથી બાબરાના માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા મજૂરોની સ્થિતિ પણ દયનિય બની ચુકી છે. તો બીજી તરફ હરાજીના સમયે વેપારીઓ કપાસની ખરીદી કરી રહ્યા હોય તે સમયે માત્ર 10 જ મિનિટમાં તેમને પણ આખા શરીરે ખંજવાળ આવવા લાગે છે અને તેઓને તાત્કાલિક ઘરે જઈને ઠંડા પાણીથી સ્નાન કરે ત્યારબાદ જ થોડી રાહત મળે છે.

નરી આંખે નથી જોઈ શકાતી જીવાત

આ જીવાતોની સૌથી વધારે અસર મજૂરોને થઇ રહી છે અને આ જીવાત નરી આંખે શોધતા તે જડતી નથી અને આ કપાસમાં આવું થવાનું કારણ પણ મળતું નથી. ત્યારે અમરેલી જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડના ખેડૂતો, મજુરો અને વેપારીઓ સૌ કોઈ આ ઝેરી જીવાતથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Read Also

Related posts

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ફરજ દરમિયાન કોરના વાયરસથી મોત થાય તો આ સહાય કરાશે

pratik shah

કોરોનાનો સૌરાષ્ટ્રમાં પગપેસરો, મોરબી અને જામનગરમાં 1-1 કેસ નોંધાતા તંત્ર હરકતમાં

Ankita Trada

Video: લૉકડાઉનના કારણે અહીં ફસાયો છે સલમાન ખાન, ત્રણ અઠવાડિયાથી દૂર છે પરિવારથી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!