એક પોપટના કારણે બે પક્ષો પહોંચ્યા પોલીસ સ્ટેશન, પોલીસ પણ મુંજવણમાં… છેલ્લે લીધો આવો નિર્ણય

હરિદ્વારમાં બે પક્ષોમાં એક પોપટ પરના માલિકી હકને લઇને ઝઘડો થયો. જે એટલો આગળ વધ્યો કે પોલીસ સ્ટેશને પહોંચી ગયો. એક પક્ષનો દાવો છે કે તેમનો પોપટ દોઢ વર્ષ પહેલા અચાનક ઉડી ગયો હતો. જે બે દિવસ પહેલા જ પોતાના પાડોશીને ત્યાં જોવા મળ્યો છે. જ્યારે કે બીજા પક્ષની દલીલ છે કે આ પોપટ તેમનો છે.

જે બાદ બંને વચ્ચે ઉગ્ર તકરાર ચાલી. પોપટ પરના માલિકી હકનો વિવાદ પોલીસ સ્ટેશને પહોંચી ગયો. અંતે પોલીસે આ વિવાદને ઉકેલવા બંનેને સમજાવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોઇ પણ પક્ષ એકના મેક ન થતાં પોલીસે બંને પક્ષો પાસેથી લેખિત સહમતી લઇને આ પોપટને વન વિભાગને સોંપી દેવાનો નિર્ણય કર્યો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter