GSTV
Home » News » ગુજરાતમાં ઠેર ઠેર પલટાયું વાતાવરણ: અમી છાંટણા જોઈને લોકોમાં રાહત તો ક્યાંક હાલાકી

ગુજરાતમાં ઠેર ઠેર પલટાયું વાતાવરણ: અમી છાંટણા જોઈને લોકોમાં રાહત તો ક્યાંક હાલાકી

બનાસકાંઠાના ડીસામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ડીસામાં કમોસમી વરસાદી છાંટા પડયા છે. બે દિવસથી વાતાવરણ બદલાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આજે સવારથી પણ કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું છે.

મહીસાગર જિલ્લામાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. ગત રાતે ભારે પવન ફુંકાયો હતો. અને પવન તેમજ વિજળીના કડાકા સાથે ધુળની ડમી ઉડતી જોવા મળી છે. રાતે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા છે. સવારથી આકાશમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. વાવાઝોડાના કારણે આંબાના મોર તેમજ નાની કેરીઓ ખરી પડી છે.

વલસાડમાં આજે સવારે 10 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉમરગામ તાલુકામાં ડમરી ઉડતા ધૂંધળુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જોકે ગરમીમાં થોડી રાહત જોવા મળી રહી છે.

તો આ તરફ પાટણમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી આવેલા વાતાવરણના પલટાથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. આજે સવારે વરસાદી છાંટા પણ પડ્યા છે.

મહેસાણામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ધૂળની ડમરી સાથે ગઈકાલથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અને આજે મહેસાણામાં આજે વરસાદના છાંટા પણ પડ્યા છે. રસ્તાઓ વરસાદી પાણીથી ભીના થઈ ગયા. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી પરંતુ ગરમીથી આંશિક રાહત થઈ.

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડીયાણા ગામે વાતાવરણમા એકાએક પલ્ટો નોંધાયો છે. વરસાદની સાથે સાથે બરફના કરા પડ્યા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વાદળછાયા વાતાવરણ બાદ પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. તાપમાન ગગડતા લોકોને આગઝરતી ગરમીથી રાહત મળી હતી. ધ્રોલમાં સવારથી વરસાદીયા વાતાવરણ બાદ છાંટા વરસ્યા હતા હમાપર ગામે કરાઓ પડ્યા. બજારમાં પાણી વહેતા થતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો.

તો રાજકોટના વાતવરણમાં પણ પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ અચાનક ધૂળની ડમરીઓ ઉડી હતી. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

મોરબીમાં સવારથી જ વાદળ છાયુ વાતાવરણ જોવા મળ્યુ છે. બપોરના સમયે કમોસમી વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે ગજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થયુ છે. વરસાદ સાથે બરફના કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાતાવરણમાં ઠંડક થતા શહેરીજનોને આગઝરતી ગરમીથી રાહત મળી છે.

સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં ઓચીંતો પલટો આવ્યો છે. સૌરાષ્ટ્રના દરિયામાં આવેલા પલટાના કારણે 500 જેટલી બોટ હજુ દરિયામાં હોવાની અને તેને દરિયાકાંઠે લાવવા માટેના પ્રયાસો ચાલુ હોવાની વાતો બહાર આવી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સરેરાશ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. ગઈકાલે સાંજે અને આજે સવારે રાજકોટમાં અમીછાંટણા થયા હતા. ધોરાજીમાં ધોધમાર વરસાદ પડયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભુજ, ગાંધીધામ, જામનગર, મોરબી સહિતના વિસ્તારોમાં માવઠું થયાના વાવડ મળ્યા છે. દરિયો તોફાની બનતાં ઓખા દહેજ ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે અને માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં પણ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે.

READ ALSO

Related posts

સુરત : મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 12માં પાસ, પણ પરિણામ જોઈ કોઈને ખુશી ન થઈ

Mayur

બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા ટ્યુશન ક્લાસિસોમાં સેફ્ટીના નામે મીંડુ, ગુજરાતભરમાં તંત્ર દ્વારા કાર્યવાહીની શરૂઆત

Arohi

સુરત અગ્નિકાંડ: કલાસિક સેન્ટરમાં દોસ્તોને બળતાં જોઈ વિદ્યાર્થીએ લીધો આ નિર્ણય

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!