GSTV

ગુજરાતમાં હજુ આટલા દિવસ રહેશે ગરમીનું તાંડવ, અમદાવાદનું તાપમાન 45 ડિગ્રી

ગરમી

Last Updated on June 7, 2019 by Mayur

રાજ્યમાં કાળઝાળ ગરમીનું જોર યથાવત છે. હજુ પણ બે દિવસ હિટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવ જોવા મળશે. ગરમીના કારણે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદનું તાપમાન 44થી 45ડિગ્રી રહેશે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સાથે જ ઉત્તર ગુજરાત, સૌરાષ્ર્ટ્ર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જો કે 24 કલાક બાદ હજુ કરેલમાં ચોમાસું બેસશે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 9 જૂનના લો પ્રેશર બનશે. જેના કારણે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે..અસહ્ય ગરમીના કારણે લોકો ઘરમાંથી બહાર નીકળવાનુ ટાળી રહ્યા છે.

કાળઝાળ ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળે છે.લોકો ગરમીથી બચવા માટે લીંબુ સરબત અને અન્ય ઠંડાપીણાનો સહારો લઇ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ગરમીનું પ્રમાણ વધતુ હોય એવું નિષ્ણાતોનું માનવું છે.

READ ALSO

Related posts

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

મહંત નરેન્દ્ર ગિરીના નિધનથી રાજકીય આલમમાં આઘાતની લાગણી, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Pritesh Mehta

હદ છે / વિદ્યાર્થીઓને સ્કૂલમાં ટોયલેટ જવા માટે બતાવવું પડશે ડોક્ટરનું પ્રિસ્કીપશન, શાળાના વિચિત્ર નિયમોથી વાલીઓ પરેશાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!