GSTV
Gujarat Government Advertisement

ખુશખબર/ ગુજરાતમાં વાવેતરથી લઇને પાક ઉતારવાનું કામ કરશે રોબોટ, ઘરબેઠા કરી શકાશે ઓપરેટ

રોબોટ

Last Updated on June 10, 2021 by Bansari

કોરોના બાદ એકબાજુ જયારે ખેતીકામમાં મજૂરો મળતા ન હોય ખેતીકામમાં મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે હાલ રાજકોટમાં ઇલેક્ટ્રોનિક અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા આત્મીય યુનિવસટી ચાર વિદ્યાર્થીઓેએ રોબોટ બનાવ્યો છે. જેને ઈ-ફાર્મિગ રોબોટ એવું નામ આપ્યું છે.

એક વર્ષની જહેમત બાદ આ રોબોટ બનાવ્યો

આ રોબોટ માણસની મદદ વિના બિયારણ વાવેતરથી લઇને પાક ઉતારવા સહિતની તમામ કામગીરી કરી શકશે. એક વર્ષની જહેમત બાદ આ રોબોટ બનાવ્યો છે. રોબોટ બનાવનાર વિદ્યાર્થી રાહુલ યાદવે જણાવ્યું હતું કે, તે ભાવનગર જિલ્લાના જેસર ગામનો વતની છે અને હાલ રાજકોટમાં રહીને આત્મીય યુનિવસટીમાં અભ્યાસ કરે છે. તેણે વધુમાં કહ્યું હતું કે, તેના પિતા સાથે વાડી વિસ્તારમાં જતો અને ત્યાંના ખેડૂતોને પરેશાન થતા જોતો હતો.

રોબોટ

ખેડૂતોને થતી હેરાનગતિ જોઇને રોબોટ બનાવવાનો વિચાર આવ્યો

ખેડૂતોને થતી હેરાનગતિ જોઇને તેને આ પ્રકારનો રોબોટ બનાવવાનો વિચાર આવ્યો છે. આ રોબોટ અંગે વધુ માહિતી આપતા તેણે ઉમેર્યુ હતુ કે, કોરોના બાદ તે પિતાની સાથે વાડી વિસ્તારમાં ગયો હતો. જયાં મજૂરો નહીં હોવાથી ખેડૂતોને ખેતીકામમાં હેરાનગતિનો સામનો કરતા જોયા હતા. જેના પરથી તેને અને તેના ત્રણ મિત્રો અંકિત ચુડાસમા, સાક્ષી મલકાણ, કૃપાલી વાઘેલા વગેરેને આ અંગે વિચાર ને આવ્યો કે, મજૂરની મદદ વિના ખેતીકામ થઇ શકે તે પ્રકારનો પ્રોજેકટ બનાવવો જોઇએ અને તેઓએે ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ એન્ડ કોમ્યુનિકેશનના છેલ્લા સેમેસ્ટરમાં આ પ્રોજેકટ બનાવ્યો.

આ રોબોટને ગુગલની સાથે કનેક્ટેડ કર્યું છે અને એક મોબાઈલ એપ્લિકેશન પણ બનાવી છે. જેને કારણે ખેડૂત ઘરેબેઠા આ રોબોટ ઓપરેટ કરી શકશે. આ રોબોટમાં કુલ બે સ્વિચ રાખવામાં આવી છે જે ઓપરેટ કરવાથી જમીન ખેડવી, વાવેતર અને દવા છંટકાવ વગેરે જાતે થઇ શકશે અને એક કેમેરો રાખ્યો છે.જેમાં રાશબરી પાઈનો ઉપયોગ કર્યો છે.જેની મદદથી રોબોટને પાક પાકી ગયાનો કમાન્ડ મળશે. અને તે જાતે પાક ઉતારીને પોતાની બાસ્કેટમાં મુકી દેશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કામની વાત: Whatsapp પર આવેલ ફ્રોડ મેસેજની આ રીતે કરો ઓળખ, જાણી લો આ 10 રીતો

Pritesh Mehta

WTC Final / ટીમ ઇન્ડિયાના ‘સ્પેશિયલ 15’ ખેલાડીઓના નામ જાહેર, આ પ્લેયરોનો છે શામેલ

Dhruv Brahmbhatt

પરમાણુ બોમ્બ/ યુદ્ધ ફાટે તો 3,825 શહેર તો ગણતરીની મીનિટોમાં થઈ જશે ખાખ, 9 દેશો પાસે છે 13,080 બોમ્બ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!