GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

ગુજરાતમાં હવે લર્નિંગ લાયસન્સની કામગીરી RTOમાં નહીં પણ આ બે જગ્યાએ થશે

ગુજરાત સરકારે આજે રાજ્યમાં આવેલી તમામ 16 ચેકપોસ્ટોને નાબુદ કરવાનો અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આજે બપોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે રાજ્યમાં 25 નવેમ્બરથી રાજ્યની 16 ચેકપોસ્ટ નાબુદ થઈ જશે. ITIમાંથી ઓનલાઈન લર્નિંગ લાયસન્સ કઢાવી શકાશે. વાહનચાલકોને હવે RTO જવાની જરૂર નહીં પડે. 221 ITI અને 29 પોલિટેકનિકમાં ઉભી સુવિધા કરાઈ છે. ઓનલાઈનમાં 7 સેવાઓનો ઉમેરો કરવામાં આવ્યો.

શહેર અને ગામના 8 લાખ લોકોને થશે ફાયદો

શહેર અને ગામના 8 લાખ લોકોને ફાયદો થશે. વાહનચાલકોને હવે RTO જવાની જરૂર નહીં પડે. 40 લાખથી વધુ વાહનચાલકોને ફાયદો થશે.ચેકપોસ્ટ પરથી ફી અને કર વસૂલવાની કામગીરી બંધ કરવામાં આવી છે. 2010થી અત્યાર સુધીનો વાહનચાલકોનો ડેટા ઓનલાઈન મેળવી શકાશે. તેઓએ જણાવ્યું છે કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં વધુ સરળતા આવે અને લોકોની સમસ્યાનો અંત આવે તેવા ઉમદા હેતુથી આવો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વર્ષે ચેકપોસ્ટ ઉપર કર અને ફીની ચુકવણી આવક 332 કરોડની હતી. જે હવે ઓનલાઇન સ્વીકારવામાં આવશે.

તો બમણો દંડ ચૂકવવો પડશે

મુખ્યમંત્રીએ કહ્યું કે ઓવર ડિમેન્શન કાર્ગો માટે વાહન અને માલની એક્ઝામસનની જોગવાઈ કરવામાં આવી છે. પરવાનગી ફક્ત વાહનના માપ અને માલના ઓવર ડિમેન્સન પૂરતી જ છે. ઓવરલોડ માલની પરવાનગી ઓડિસી મોડલ પર મળશે નહીં. ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે. ઓડિસી મોડેલ પર કોઈપણ વાહન માલિક અને માલ સંબંધિત ફ્રી તથા કર ભરીને મુક્તિ મેળવી ન હોય તેમજ માલ અને વાહન સંબંધિત ખોટી માહિતી આપશે તો બમણો દંડ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા વસૂલવામાં આવશે.

20 નવેમ્બરથી ચેકપોસ્ટ બંધ

મુખ્યમંત્રીએ જણાવ્યું કે 20મી નવેમ્બરથી તમામ ચેકપોસ્ટ પર કર અને ફી વસુલાતની કામગીરી બંધ થશે વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરો કર અને ફી ની ચુકવણી ઓનલાઇન કરી શકશે. જો કે જેમની પાસે ઓનલાઈનની વ્યવસ્થા નથી તેઓ ઓફલાઈન પણ ફી ની ચુકવણી કરી શકશે. જેના માટે નજીકમાં આવેલી આરટીઓ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

ચેકપોસ્ટ બંધ તો ભ્રષ્ટાચાર પણ બંધ

ચેક પોસ્ટ નાબૂદ થવાથી ભ્રષ્ટાચાર કઈ રીતે દૂર થઇ શકશે તેવા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે દર વર્ષે ચેકપોસ્ટો પર 90 લાખથી વધુ મોટા વાહનોની અવરજવર થાય છે. જેને કારણે સમય બગડે છે અને લાઈનો લાગે છે. ચેકપોસ્ટ બંધ થવાથી તેનો સ્ટાફ એન્ફોર્સમેન્ટમાં જોડાઈ જશે અને આ કર્મચારીઓને એક હેન્ડ ડિવાઇસ આપવામાં મેન્યુઅલી કામગીરીમાં ભ્રષ્ટાચારની શક્યતા વધુ હોય છે, પરંતુ હેન્ડ ડિવાઈસમાં તમામ કામ અને દંડની રકમ વગેરે કમ્પ્યુટરાઈઝ્ડ થતું હોવાને કારણે ભષ્ટાચારની શક્યતા રહેશે નહીં.

READ ALSO

Related posts

દમણમાં ભારત પ્લાસ્ટિક નામની કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66 તાલુકામાં હળવાથી ભારે વરસાદ, વંથલી તાલુકામાં 4 ઈંચ

Nilesh Jethva

અમદાવાદની કોવિડ હોસ્પિટલ બહાર એજન્ટોનું રાજ, ટોસિલીઝૂમેબ ઇંજેકશનની કાળાબજારીથી મેડિકલ સંચાલકોમાં ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!