GSTV
Home » News » ગુજરાત આખામાં લોકોને સાવચેત રહેવા કહેવાયું, ક્યાંક થશે કલમ લાગુ તો અનાજનો સ્ટોક રાખવા કરાઈ વિનંતી

ગુજરાત આખામાં લોકોને સાવચેત રહેવા કહેવાયું, ક્યાંક થશે કલમ લાગુ તો અનાજનો સ્ટોક રાખવા કરાઈ વિનંતી

સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો વળી ગુજરાતમાં ક્યાંક ક્યાંક કલમ લાગુ કરવામા આવી છે. તો આવો જાણીએ કે ગુજરાતમાં કઈ જગ્યાએ એલર્ટ જાહેર કરવામાં આવ્યું અને જનતાને સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે.

એલર્ટ બાદ સુરત પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે. પોલીસ કમિશનરે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. સુરત શહેરની સુરક્ષામાં વધારો થાય અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બને તેને લઈ શહેરીજનોને પોલીસ કમિશનરે સૂચન કર્યુ છે. જેમાં ઓછામાં ઓછા એક મહિના માટે ઘરની જરૂરિયાત અનાજ– કરીયાણાનો સ્ટોક સંગ્રહ કરી રાખવા પણ સૂચન કરાયુ છે. ઘરોમાં તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય તેવી આવશ્યક દવાઓનો સંગ્રહ રાખવાની સૂચના અપાઇ છે. આ સાથે કોઈપણ શંકાસ્પદ વસ્તુ અથવા શંકાશીલ વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. આ સિવાય નાના બાળકોની જરૂરિયાત ખોરાક તેમજ દવાની સગવડો પણ કરી રાખવા આહવાન કરાયુ છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સરહદી તણાવને લઈને ગુજરાતના દરિયા કિનારા પર એલર્ટ આપી દેવાયુ છે. ગુજરાત 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે. આંતર રાષ્ટ્રીય જળ સીમા પણ ધરાવે છે. ત્યારે દરિયા કિનારા પર કોસ્ટગાર્ડ અને નેવીની ટીમોને અલર્ટ કરી દેવામાં આવી છે. સુરક્ષાના ભાગ રૂપે ઓખા બંદરના માછીમારોને દરિયો ખેડવા પર મનાઈ ફરમાવી દેવાઈ છે. માછીમારોને માછીમારી માટે દરિયામાં જવા માટે ટોકન ઈશ્યુ કરવાનું બંધ કરી દેવાયુ છે. તો જે માછીમારો મધ દરિયે છે. તેમને તાત્કાલિક પરત ફરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.

સમગ્ર ભારતની અને ગુજરાતની સ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે અમદાવાદમાં હાઈ એલર્ટને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય કર્યો છે કે 2 માર્ચથી કલમ 144 લાગુ કરવામાં આવશે અને આ 16 માર્ચ સુધી રાખવામાં આવશે. આ દિવસો દરમિયાન કોઈ પણ પાર્ટી કે આમ જનતા કોઈ પણ પ્રકારનુ સરઘર નહીં કાઢી શકે.

ભારતે હુમલો કર્યો પછી સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર તૈયારી કરવામાં આવી રહી છે. જેમ કેબનાસકાંઠા જિલ્લો પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલો છે. ત્યારે બનાસકાંઠાના સરહદી વાવ, સુઇગામ વિસ્તારમાં સુરક્ષાના ભાગ રૂપે હાઇ એલર્ટ જાહેર કરાયું છે. પાકિસ્તાન સાથે જમીન સરહદથી જોડાયેલા સુઇગામ, વાવ વિસ્તારના સરહદી વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે હાલ નડાબેટ ખાતે ટુરિઝમ અને ઝીરો પોઇન્ટની રસ્તાની કામગીરી અટકાવી દેવાઈ છે.

આ વિસ્તારમાં કામ કરતા મજૂરોને સરહદી વિસ્તારમાંથી હટાવી દેવા તજવીજ હાથ ધરાઈ છે. તો પ્રવાસીઓ માટે સીમાદર્શન પણ બંધ કરી દેવાયું છે. સરહદી વાવ, સુઇગામ વિસ્તારમાં પોલીસ, સીમા સુરક્ષા દળ અને ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની છે. પાકિસ્તાનની સરહદ પરની ગતિવિધિઓ પર સેના બાજ નજર રાખી રહી છે. નોટિફાઇડ એરિયા એવા વાવ, સુઇગામ તાલુકામાં પણ પોલીસ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી રહી છે.

ભારતે કરેલા હુમલા બાદ હેલ્થ વિભાગે લીધો નિર્ણય –

  • ગાંધીનગર – સરહદી વિસ્તારમાં દવાઓનો સ્ટોક પુરતો રાખવા અપાઈ સુચના,
  • હેલ્થ વિભાગે સરહદી વિસ્તારોમાં આપી સુચના,
  • તમામ પીએચસી અને સીએચસી સેન્ટરોમાં અપાઈ સુચના,
  • તમામ સ્ટાફને હાજર રહેવા અપાયા આદેશ,

READ ALSO

Related posts

અમેરિકામાં ખેલાયો ખૂની ખેલ, ભારતીય મૂળના ચાર સભ્યોની ગોળી મારીને હત્યા

Path Shah

UP કોંગ્રેસમાં અજબ-ગજબ સંગઠન, ધરખમ ફેરફારનાં મૂડ સાથે પ્રિયંકા ગાંધીએ ઘડ્યો પ્લાન

Riyaz Parmar

World Cup 2019: થોડા-ઘણાં નહી, વરસાદે ધોઇ નાંખ્યા Star Indiaના 100 કરોડ રૂપિયા!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!