GSTV
Home » News » ગુજરાતમાં તમે ઘરમાં બેસીને દારૂ પીવો તો શું કાયદો લાગે, આ દિવસે મળશે જવાબ

ગુજરાતમાં તમે ઘરમાં બેસીને દારૂ પીવો તો શું કાયદો લાગે, આ દિવસે મળશે જવાબ

ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધી છે. આ વાત હવે કાગળ પૂરતી રહી છે. એક અનુમાન પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાય છે. સરકાર પણ આ મુદ્દાને કારણે ગંભીર બની છે અને પીવો કે દારૂ રાખવો ગુનાના પાત્ર હેઠળ લાવી દીધો છે. સરકારના આ નિયમનું ઉલ્લંઘન કરતા કોઇ પણ વ્યક્તિને જેલ થઇ શકે છે. પરંતુ હાલ ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે. આ પીટિશનમાં અરજીકર્તાએ નામદાર કોર્ટને પૂછ્યું છે કે, ઘરમાં બેસી દારૂ પીવો તે રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ ગણાય કે નહીં?

  • રાજ્યમાં દારૂબંધીને પડકારતી અરજીને હાઇકોર્ટે સ્વીકારી
  • ઘરમાં બેસીને દારૂ પીવાને રાઇટ ટુ પ્રાયવસી ગણીને પડકારાઇ હતી દારૂબંધીને
  • હાઇકોર્ટે રાજ્ય સરકાર અને એડવોકેટ જનરલને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો
  • આગામી દિવસોમાં હાથ ધરાશે સુનાવણી

પરંતુ અમે તમને જણાવી દઇએ કે, લાયસન્સ ધરાવતા લોકો દારૂ ઘરે પી શકે છે. આ પીટિશન ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાએ પીટિશન દારૂબંધીના કાયદાને રાઇટ ટુ પ્રાઇવસી હેઠળ પડકાર્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી આ પીઆઇએલ મામલે હાઇકોર્ટમાં રાજ્ય સરકાર અને એડવોકેટ જનરલને નોટિસ પાઠવી છે.હાલ સમગ્ર અરજી મામલે ખુલાસો માગ્યો છે. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

Related posts

ભારત સિવાય આ દેશોમાં પણ આજે દેખાશે ચંદ્ર ગ્રહણ

Arohi

ચંદ્રગ્રહણની આ રાશિઓ પર પડશે ખૂબ જ ખરાબ અસર, જાણો કઈ રીતે બચી શકાય

Arohi

10થી 14 વર્ષની વયના ત્રણ છોકરા અને એક છોકરીનું વિચિત્ર પરાક્રમ…

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!