GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકમાં એકડો અને બગડો મત મેળવી જશે તે પણ જીતી જશે, કોંગ્રેસ પાસે છે તક

Last Updated on June 6, 2020 by Bansari

બે ધારાસભ્યોના પક્ષપલટા પછી ભાજપના 3 ઉમેદવારો જીતે એવી ગણતરી ભાજપના નેતાઓ મૂકી રહ્યાં છે. પણ તે એટલું સહેલું નથી. લગભગ 36 મત તેમને જોઈએ છે. તે પહેલી નજરે જીત તો મળી શકે છે પણ જે બુદ્ધીશાળી ઉમેદવાર છે તે જીત માટે બગડાનો ઉપયોગ કરીને જીતી શકે છે. તેથી ભાજપ જો એવું માને કે બે ધારાસભ્યોને ખરીદી લેવાથી તેની જીત પાક્કી થઈ ગઈ છે. તો તે સંપૂર્ણ સત્ય નથી.

નરહરી અમીનને જીતવા માટે 36 મત જોઈએ તે મળી શકે તેવું ભાજપ માને છે. પણ જો બીજા નંબરનો મત આપવાનો હક્ક દરેક ધારાસભ્યને છે. પહેલો મત કોને આપવામાં આવ્યો તે જે તે ધારાસભ્યએ પક્ષના નેતાને મતદાન પહેલાં કાપલીમાં બતાવવું પડે છે. પણ બીજો પસંદગીનો મત કોને આપવામાં આવ્યો છે તે કોઈ પક્ષના નેતા કે પ્રિસાઈડીંગ અધિકારીને બતાવવું જરૂરી નથી.

તેથી જે બુદ્ધી શાળા ઉમેદવાર છે તે એકડા બગડાના મતનું ગણીત રમીને સામેના ઉમેદવારને પરાસ્ત કરી શકે છે. કોંગ્રેસમાં આંતરિક લડાઈ છે. કોણ મત લઈ જાય છે તે કોઈ કહી શકે તેમ નથી. ભાજપમાં તો એકડો કોને આપવો તે અગાઉથી નક્કી થઈ જશે. પણ બગડો કોણ લઈ જાય છે તે ધારાસભ્યની રમતની વાત છે.

આમ એકડા બગડાના મતનું રાજસભાનું યુદ્ધ યુદ્ધ વધું રોંચક બની ગયું છે. જો કોંગ્રેસ ભાજપનો બગડો લઈ લાવે તો બન્ને ઉમેદવાર જીતે છે. પણ તે શક્ય હાલ દેખાતું નથી.

બગડાનું ગણિત હાવી થઈ રહ્યું છે, સેકન્ડ પ્રેફરંસનો મત કોને મળે તે નક્કી કરવાના ચોક્કસ ધોરણો છે. જે મોટા ભાગે કેટલું મતદાન થયું છે તેના આધારે છે. એક સાંસદ દીઠ કેટલાં મત છે તેની પણ ગણતરી કરાય છે. છેલ્લાં ઉમેદવારને કેટલા મત મળેલા છે તેના ઉપર ગણતરી થાય છે. આમ બગડાનું ગણિત ઘણું અટપટું છે. આ અટપટું ગણીત જો કોંગ્રેસ સારી રીતે ગણી બતાવે તો તેના બીજા ઉમેદવારની જીત થઈ શકે છે.

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!