GSTV
Home » News » ગુજરાતમાં મળી રહી છે બે વર્ષ પહેલા એક્સપાયર થયેલી દવાઓ, શું તમે તો નથી લીધીને?

ગુજરાતમાં મળી રહી છે બે વર્ષ પહેલા એક્સપાયર થયેલી દવાઓ, શું તમે તો નથી લીધીને?

વડોદરાના રાવપુરામાં સિટી ટીબીના દવાખાનામાં બે વર્ષ પહેલાં એક્સપાયર થયેલી દવાનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો. સાથે જ યોગ્ય સમયે એક્સપાયર થયેલા દવાના જથ્થાનો નાશ કરવાની આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી હતી. 2012માં ઉત્પાદન કરવામાં આવેલી આ દવાઓ 2016માં એક્સપાયર થઈ ગઈ છે. તેમ છતાં હજુ પણ આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો નથી. આ અંગે અધિકારીએ કહ્યું કે આ જથ્થો એક્સપાયર થયો હોવાથી બાજુ પર મુકવામાં આવ્યો હતો. બાયોવેસ્ટનો નિકાલ યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરવાની આરોગ્ય વિભાગની પ્રાથમિક જવાબદારી છે. આ પ્રકારની ગંભીર ક્ષતિ કેવી રીતે થઈ તે તપાસનો વિષય છે. ત્યારે આ મામલે જવાબદાર લોકો સામે પગલાં ભરવાની માગ ઉઠી છે.

 

 

 

 

 

 

 

Related posts

આસામમાં આવેલા પુરના કારણે 3 હજાર ગામો જળબંબાકાર

Mayur

ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, કડાકા ભડાકા સાથે નદીઓમાં આવ્યા નવા નીર

Mayur

હવે રોબોટ્સ સફાઈ કરશે અને સાથે ગીત ગાઈ મનોરંજન પણ કરશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!