GSTV
Home » News » ગુજરાતમાં કોંગ્રેસ 5થી 6 બેઠકો જીતશે તો પણ ભાજપ નફામાં રહેશે

ગુજરાતમાં કોંગ્રેસ 5થી 6 બેઠકો જીતશે તો પણ ભાજપ નફામાં રહેશે

ગુજરાતમાં વર્ષ 2014નું પરિવર્તન કરવા આકાશ પાતાળ એક કરી રહેલી ભાજપ ભલે 26માંથી 26 જીતવાના દાવા કરી રહી હોય પણ આ સમય વર્ષ 2014નો નથી એ વાસ્તવિકતા ભાજપે પણ સ્વીકારી લીધી છે. ભાજપ હાલમાં ગુજરાતમાંથી સીટો ઓછી ઘટે એ માટે પ્રયત્નો કરી રહ્યું છે. મોદી આજે રાતે ગુજરાત આવી પહોંચશે અને આવતીકાલે મતદાન કરશે. મોદી અને અમિત શાહનું ગુજરાત એ હોમ સ્ટેટ છે. આ બંને નેતાઓ ભાજપને ફરી જીતાડવા માટે દોડાદોડી કરી રહ્યાં છે. રૂપાણી અને આનંદીબેન સરકારમાં ભાજપની ગુમાવેલી પક્કડે આજે કોંગ્રેસને મજબૂત બનાવ્યું છે. દર વર્ષે ઉમેદવારોમાં માત ખાઈ જતી કોંગ્રેસે આ લોકસભાની ચૂંટણીમાં જીતે એવા ઉમેદવારોને કમ સે કમ ટીકિટ આપી છે. જેની અસર એ છે કે, તમામ સરવેમાં કોંગ્રેસને 4થી 5 બેઠકો મળતી હોવાના દાવાઓ થઈ રહ્યાં છે. આઇબીના રિપોર્ટમાં પણ ખુલાસાઓ થયા છે કે ભાજપ આ વર્ષે 26માંથી 26 બેઠક જીતી રહ્યું નથી. ગુજરાતમાં આ વર્ષે કોંગ્રેસ માટે પણ સારી તક છે. ખરેખર વિધાનસભાની ચૂંટણીની દ્રષ્ટીએ કોંગ્રેસનો 11 લોકસભા સીટ પર દબદબો હોવા છતાં જો 5થી 6 સીટ મળે તો ભાજપ નફામાં રહ્યું એમ કહેવાશે. ભાજપે પણ 20થી 21 બેઠકો જીતવાના ગણિતો માંડ્યા છે.

ગુજરાતમાં ભાજપને ગત વર્ષે 59 ટકા મળ્યા હતા મત

૨૦૧૪ની ચૂંટણીમાં હિન્દુ રાજ્યોમાં ભાજપે જોરદાર દેખાવ કર્યો હતો. માત્ર એક બીન હિન્દી રાજ્ય ગુજરાત હતુ. જ્યાં ભાજપે તમામ ૨૬ બેઠકો જીતી હતી. પીએમ મોદીના મુખ્યમંત્રીકાળની ઉપલબ્ધિઓ અને તેમને પીએમ બનાવવા માટે લોકોએ એક જુથ થઈ ભાજપને જીતાડયુ હતું. પરિણામ એ આવ્યુ કે ૨૦૦૯માં ગુજરાતની ૧૧ બેઠક જીતનાર કોંગ્રેસ ગત ચૂંટણીમાં ગુજરાતથી એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી હતી. ભાજપે રેકોર્ડ ૫૯ ટકા મત મેળવ્યા હતા. જ્યારે કોંગ્રેસને ૩૩ ટકા મતો મળ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં અનેક રાજકીય ઘટનાઓ બની છે. જે આ વખતની ચૂંટણીમાં અસર પાડી શકે છે.

રૂપાણી ગુજરાતમાં ભાજપને મજબૂત નથી કરી શક્યા એ સૌથી મોટી ભાજપની નબળાઈ

પાટીદારોમાં હાલમાં સૌથી મોટી સરકાર સામે નારાજગી છે. એક વર્ગતો સીધો નારાજ છે. મોદી એ કડવા અને લેઉવા પાટીદારોના આસ્થાના કેન્દ્રોમાં જઈ માથુ ટેક્વ્યું હોવા છતાં પણ પાટીદારો અનામત આંદોલન સમયે ઘટેલી ઘટનાને આજે પણ ભૂલી શક્યા નથી. રૂપાણી ગુજરાતમાં ભાજપને મજબૂત નથી કરી શક્યા એ સૌથી મોટી ભાજપની નબળાઈ છે. હાર્દિક પટેલના નેતૃત્વમાં ૨૦૧૫માં મોટું આંદોલન થયું હતું. હાર્દિક હવે કોંગ્રેસમાં છે અને ભાજપને હરાવવામાં લાગ્યો છે. ગુજરાતમાં ૨૧ ટકા પાટીદારો છે. જેમણે ગત ચૂંટણીમાં ભાજપનો સાથ આપ્યો હતો. માનવામાં આવે છે કે આ વખતે પટેલ સમુદાયના મત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઈ શકે છે. રાજ્યના મહત્વના મુદ્દાઓમાં આ વખતે જીએસટી, પાટીદાર અનામત, નોટબંધી અને ખેડૂતોની સમસ્યાઓ છે. સૌથી મોટા પટેલ સમુદાય વચ્ચે આ બધા મુદ્દા હાવી છે, કારણ પટેલ ખેડૂત પણ છે, વેપારી પણ છે અને અનામતની માંગણી સાથે જોડાયેલા છે. હાર્દિકે ગુજરાતની લોકસભાની બેઠકો પર પણ સભાઓ કરી છે. જે આજે લેઉવા પાટીદારોના આસ્થાના કેન્દ્ર સમા નરેશ પટેલ સાથે બેઠક કરીને આવ્યો છે. ભાજપ ભલે પાટીદારો નારાજ ન હોવાના ગુણગાન ગાય પણ વાસ્તવિકતા અલગ છે.

Related posts

206 વર્ષથી ચાલે છે આ લડાઈ, હવે 23 દિવસ બાદ નવો ઇતિહાસ રચાશે

pratik shah

ડેન્ગ્યુ હોવા છતાં શંકર ચૌધરી ચુંટણી પ્રચારમાં, પાણી પહેલાં પાળ કે ભાજપને રાધનપુર ગુમાવવાનો ડર?

Mansi Patel

પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જતું આ 3 દેશોએ બચાવ્યું, 2020 સુધીનો મળી ગયો સમય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!