GSTV
Home » News » ગુજરાતમાં લોકસભાની 26 અને વિધાનસભાની 4 = 30 બેઠકની ચૂંટણી યોજાશે

ગુજરાતમાં લોકસભાની 26 અને વિધાનસભાની 4 = 30 બેઠકની ચૂંટણી યોજાશે

gujarat lok sabha election

લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીની પણ જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. રાજ્યમાં વિધાનસભાની ચાર બેઠકો ખાલી પડી છે. જેમાંથી માણાવદર, ઊંઝા અને ધ્રાંગધ્રા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત થઈ શકે છે. કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપી દેતાં માણાવદર બેઠક ખાલી થઈ છે. તો અગાઉ આશા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતાં ઊંઝા બેઠક ખાલી પડી છે. તો ધ્રાંગધ્રામાં પણ પરષોત્તમ સાબડિયાના રાજીનામાને કારણે આ બેઠક ખાલી પડી છે. જ્યારે તલાલા બેઠક પરના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને જેલવાસ થતાં તેઓ ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ થયા છે. ત્યારે તલાલા બેઠક પણ ખાલી પડી છે.

મહત્વનું છે કે ગુજરાતની રાજનીતિમાં અચાનક વાતાવરણ બદલે તેવી રીતે કોંગ્રેસની હાલત બદલાઈ રહી છે. એક સાથે 4 ધારાસભ્યોની ઉણપથી કોંગ્રેસની કમર દુખાવો શરૂ થયો છે. 2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે મહામહેનતે ભાજપ શાસિત કેટલીક બેઠકો પર પોતાનું વરચસ્વ વધાર્યું હતું. અને એક જ ઝાટકે જસદણ સહિત 5 બેઠક ગુમાવવાનો વખત આવ્યો છે. ત્યારે 4 બેઠક પર ફરી ચૂંટણી યોજાશે તો કોંગ્રેસના ખાતામાં કેટલી જમાવહી થશે તે તો જનતા નક્કી કરશે. નોંધનિય છે કે હાલ તો ભગવાન બારડની બેઠકને લઈ લોકસભા સ્પિકરનો નિર્ણય ખોટો છે તેવું સાબિત કરવામાં કોંગ્રેસ લાગી ચૂકી છે.

Related posts

ઉદ્યોગોનો વ્યાપ વધારવા ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, બિનખેતીની પ્રક્રિયા થશે સરળ

Nilesh Jethva

દોઢ લાખમાં 15 વર્ષની દીકરીને વેચી, દલાલ સાથે તકરાર થતા ભાંડો ફૂટ્યો

Nilesh Jethva

VIDEO : કેવી રીતે ભણશે ગુજરાત : વિદ્યાર્થીઓ પરીક્ષામાં વ્યસ્ત, શિક્ષક દારૂના નશામાં મસ્ત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!