સરકારના કાગળમાં એવુ લખ્યું કે શાપુરમાં કામ ચાલે છે પણ ત્યાં ગયા તો…

કેન્દ્ર સરકાર દ્વારા અનેકવીધ યોજનાઓ માત્ર કાગળ પર છે. અથવા તેના માત્ર ખાતમુહૂર્ત થયા છે. પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઇ નથી. રેલવે દ્વારા જૂનાગઢ સંસદીય મત વિસ્તારની પુસ્તિકા બહાર પાડવામાં આવી છે. જેમાં વર્ષોથી બંધ પડેલી શાપુર સરાડીયા લાઈનનું કાર્ય શરૂ છે તેવી માહિતી આપી છે. જો કે આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઇ નથી. ૧૯૮૩માં અતિ વૃષ્ટિને લઇ જળ હોનારત થતા આ લાઈન ધોવાઇ જતા બંધ થઇ ગઇ હતી. બાદમાં યુ.પીએ. સરકારમાં આ લાઈનને ફરી શરૂ કરવા રેલવે પ્રધાને બજેટમાં ૩૬૪ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. અને ત્યારથી આજદિન સુધી 46 કિમી લાઇનના ત્રણ વખત સર્વે થયા હતા.પણ કોઈ કાર્યવાહી થઇ નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter