GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

‘ગ્લોબલ કમ્પિટિટિવનેસ ઈન્ડેક્સ’માં ભારત 10 અંક નીચે ઉતરીને 68મા ક્રમે

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા નિયમિત રીજે જાહેર થતો ગ્લોબલ કોમ્પિટિટિવનેસ (વૈશ્વિક સ્પર્ધાત્મકતા) રિપોર્ટ આજે જાહેર થયો હતો. એ લિસ્ટમાં ભારતને 68મો નંબર મળ્યો છે. ગયા વર્ષે ભારતનો નંબર આ લિસ્ટમાં 58મા ક્રમે હતો. એટલે કે ભારતના રેટિંગમાં દસ અંકનો ઘટાડો થયો છે. આ લિસ્ટમાં સૌથી વધુ કમ્પિટિટિવ દેશ તરીકે પહેલા ક્રમે સિંગાપોર છે. કુલ મળીને 141 દેશોને આ વર્ષના લિસ્ટમાં સમાવાયા હતા.

દુનિયાનું 99 ટકા અર્થતંત્ર આ 141 દેશોમાં આવી જાય છે. વિવિધ દેશોમાં આર્થિક વિકાસ માટે કેવું વાતાવરણ છે, તે આ અહેવાલ રજૂ કરે છે. કોઈ પણ દેશ વૈશ્વિક સ્પર્ધામાં ટકવા સક્ષમ છે કે કેમ તે પણ લિસ્ટ દ્વારા ખબર પડી આવે છે. રિપોર્ટ તૈયાર કરતી વખતે દેશમાં વિકાસ માટે પ્રાથમિક જરૂરિયાતો, ક્ષમતા સુધારવા માટેના પ્રયાસો અને નવતર પહેલ કેવીક થઈ છે, એ મુદ્દા ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. રિપોર્ટમાં ભારત વિશે લખ્યું છે કે ભારતની બેન્કિંગ સિસ્ટમમાં ઘણી ગરબડો સામે આવી છે. તેની અસર પણ આ રેટિંગ પર થઈ છે.

 ભારતની જેની સાથે સીધી સ્પર્ધા છે એ ચીન લિસ્ટમાં  12મા ક્રમે છે. પડોશી દેશ પાકિસ્તાન 110મા નંબરે છે. શ્રીલંકા 84મા ક્રમે અને બાંગ્લાદેશ 105મા નંબરે છે. 1979થી દર વર્ષે આ લિસ્ટ ઈકોનોમિક ફોરમ દ્વારા રજૂ કરવામાં આવે છે. તેના આધારે રોકાણકારોને ક્યો દેશ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે, તેની જાણકારી મળે છે. ઉપરાંત જે-તે દેશને પણ ક્યાં સુધારો કરવાની જરૂર છે એ સમજવાની તક મળે છે. આ રિપોર્ટ તૈયાર કરવા માટે દર વર્ષે લગભગ 103 પ્રકારના ઈન્ડિકેટર (માપદંડ)નો સહારો લેવામાં આવે છે.

મુખ્ય લિસ્ટ ઉપરાંત દેશના અર્થતંત્રને ધમધમતા રાખતા અલગ અલગ ક્ષેત્રોનું પણ લિસ્ટ તૈયાર થાય છે. જેમ કે કોર્પોરેટ ગવર્નન્સના લિસ્ટમાં ભારત 15મા ક્રમે છે. જ્યારે રિન્યુએબલ એનર્જી માર્કેટના લિસ્ટમાં ભારત ત્રીજા ક્રમે આવ્યું છે. સરેરાશ ઉંમરની બાબતમાં પણ ભારત ઘણુ પાછળ ખસીને 109માં ક્રમે રહ્યું છે. સ્કીલની દૃષ્ટિએ ભારત 127મા ક્રમે છે. સૌથી છેલ્લા 141મા નંબરે આફ્રિકા ખંડનો દેશ ચાડ આવે છે. 

સૌથી વધુ સ્પર્ધાત્મક દેશો

1. સિંગાપોર

2. અમેરિકા

3. હોંગકોંગ

4. નેધરલેન્ડ્સ

5. સ્વિત્ઝરલેન્ડ

6. જાપાન

7. જર્મની

8. સ્વીડન

9. યુકે

10. ડેન્માર્ક

ક્યા વર્ષે ભારત ક્યા ક્રમે?

વર્ષક્રમ
201968
201858
201740
201639
201555
201471
201359
201256
201151

Read Also

Related posts

દિલ્હી ગણતરીના કલાકોમાં જ કોરોનાના કેસમાં એક લાખનો આંક વટાવી દેશે, આજે આવ્યા નવા 2,244 કેસ

Pravin Makwana

વિશ્વમાં કોઈ ના કરી શક્યું એ કોરોનામાં ભારતે કરી બતાવ્યું, ચીનને પણ પાછળ રાખી દીધું

Pravin Makwana

ટ્રેનમાં મુસાફરી સમયે બેડશીટ અને બ્લેન્કેટ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા, ફ્રીમાં સુવિધા હવે ભૂલી જાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!