GSTV
Mehsana ગુજરાત ટોપ સ્ટોરી

વિસનગરમાં ખુલ્લી ગટરો અને ગરનાળાઓ જોખમી, કાંસા ચાર રસ્તા નજીક ખુલ્લી ગટર લાઈનમાં બાળકી સાયકલ લઈ ખાબકતા મોત

વિસનગરમાં ખુલ્લી ગટરો અને ગરનાળાઓ જોખમી બન્યા છે. ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી એક બાળકી સાયકલ સાથે અંદર પડી જતાં બાળકીને બહાર કાઢવા ઓપરેશન હાથ ધરાયું હતું.

વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વિસનગરના પોતાના ઘર આગળ આ ઘટના બની છે. વિસનગરમાં શુકન હોટલ આગળ એક 7 વર્ષની બાળકી ગટરની લાઈનમાં ફસાઈ હતી. હજારોની સંખ્યામાં લોકો સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા. ખુલ્લી ગટર લાઈનમાં બાળકી ખાબકી હતી.

સાયકલ લઈને જતી બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી હતી. વરસાદના પાણીમાં બાળકીએ સાયકલ પર થી કાબુ ગુમાવતા દુર્ઘટના બની હતી.

ઘટના બાદ ડિઝાસ્ટર ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીમાં ગરકાવ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. જેને કાઢવા માટે તંત્ર દ્વારા ભારે મથામણ કરવામાં આવી હતી. જો કે જો કે બે કલાકની ભારે જહેમત બાદ બાળકી મળી આવી હતી. બાળકીની હાલત બારે ગંભીર હોવાથી તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમ્યાન બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીને શોધવા પોલીસ તંત્ર, નગરપાલિકા સહિતની ટીમો કામો લાગી હતી. બાળકીને શોધવા ત્રણ જેસીબી કામે ઉપરાંત એક ક્રેઈન, 108 અને ફાયર વિભાગે પણ ભારે જહેમત ઉઠાવી હતી.

માતા પિતાએ ખુલ્લા મોત સમાન ગટરોથી સાવચેત રહેવાની જરૂર છે. સરકાર વિકાસની વાતો કરી રહી છે પણ ખુલ્લી ગટરો અને ખુલ્લા ઢાંકણાએ મોતને આમંત્રણ આપી રહ્યાં છે.

Related posts

તહેવાર ટાણે મેઘ વર્ષા/ સૌરાષ્ટ્રમાં શ્રાવણે શ્રીકાર : બે દિવસમાં 1થી 5 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ડેમ છલકાયા

Bansari Gohel

પેલોસીની યાત્રા પછી ચીનનો તાઈવાન પર વધ્યો આક્રોશ, સ્વતંત્રતા સમર્થક સાત તાઇવાની નેતાઓ પર મૂક્યો પ્રતિબંધ

Binas Saiyed

નશાનો કારોબાર/ મોક્સી કંપનીમાંથી 15 વર્ષ પહેલા પણ ઝડપાયું હતું કરોડોનું ડ્રગ્સ, આંતરરાષ્ટ્રીય પેડલર થઇ ગયો હતો ફરાર

Bansari Gohel
GSTV