GSTV
Home » News » લ્યો કરો વાત…જીતુ વાઘાણીના વિરોધમાં કિન્નર સમૂદાય દ્વારા હાય-હાયના નારા લાગ્યા

લ્યો કરો વાત…જીતુ વાઘાણીના વિરોધમાં કિન્નર સમૂદાય દ્વારા હાય-હાયના નારા લાગ્યા

જૂનાગઢમાં મહિલા કોંગ્રેસની રેલીમાં ૭થી ૮ કિન્નરો જોડાયા હતા. જીતુ વાઘાણીએ ગાંધી પરિવાર વિશે કરેલી અભદ્ર ટિપ્પણીને લઇ મહિલા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કિન્નરોએ જીતુ વાઘાણી હાય હાયના નારા લગાવ્યા હતા.

મહત્વનું છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર કરેલા નિવેદન મામલે રાજ્યભરમાં કોંગ્રેસ દેખાવ કરી રહી છે. ત્યારે ભાવનગરમાં પણ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ જીતુ વાઘાણી સામે શિક્ષાત્મક પગલા ભરવાની માંગ થઈ હતી. તો હવે કોંગ્રેસની સાથે કિન્નર સમૂદાય પણ જીતુ વાઘાણીના વિરોધમાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસને તો વિરોધ પક્ષ કહીને ભાજપ છટકી જશે પરંતુ કિન્નર સમૂદાય વિરુદ્ધ ભાજપ શું જવાબ આપશે.

Related posts

પ્રધાનમંત્રીના જન્મદિવસ પર ભાજપની તાડામાર તૈયારીઓ, આ ત્રણ મુદ્દાને લઈ કાર્યક્રમનું આયોજન કરી રહી છે

Mayur

સુરતમાં શહીદોને સલામ કાર્યક્રમ અંતર્ગત સન્માન સમારોહ યોજાયો, વીર શહીદોના 1222 જેટલા પરિવારજનોને ચેક અર્પણ કરાયા

Bansari

દેશમાં અર્થવ્યવસ્થા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છેઃ નીતિન ગડકરી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!