GSTV

પાંચ વર્ષમાં ચીનનો લશ્કરી ખર્ચ પંદરસો ગણો વધ્યો, અમેરિકા મુખ્ય ટાર્ગેટ

Last Updated on July 26, 2019 by Arohi

દોઢેક દાયકાના ગાળા પછી ચીને પહેલી વાર મિલિટરી અંગે 52 પાનાનું ‘વ્હાઈટ પેપર (સરકારી માહિતીનો દસ્તાવેજ)’ રજૂ કર્યું હતું. આ પેપર દ્વારા ચીને પોતાના લશ્કરી મનસૂબા સ્પષ્ટ કર્યાં હતા. ‘ચાઈનાસ નેશનલ ડિફેન્સ ઈન ન્યુ એરા’ નામના આ દસ્તાવેજમાં મુખ્ય ટાર્ગેટ અમેરિકાને કરવામાં આવ્યું છે. અમેરિકા ઉપરાંત તાઈવાન પણ ચીનના રેડારમાં હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.

બીજી મહત્ત્વની વાત એ પેપરમાં જોવા મળે છે કે પાંચ વર્ષમાં ચીનનો લશ્કર પાછળનો ખર્ચ 1459 ટકા જેટલા તોતીંગ દરે વધ્યો છે. 2012માં ચીનનું લશ્કરી બજેટ 669.192 અબજ યુઆન (અંદાજે 6719.02 અબજ રપિયા) હતું, જે 2017માં વધીને  10,432.37 અબજ યુઆન (104746.21 અબજ રપિયા) થયું હતું.

ચીનની ‘પિપલ્સ લિબરેશન આર્મી (પીએએલ)’ એ જગતનું સૌથી મોટું લશ્કર છે. તેના વિશે ચીન બહુ ઓછી માહિતી જાહેર કરે છે. પરંતુ આ વ્હાઈટ પેપર દ્વારા જગતને પીએએલ વિશે કેટલીક જાણકારી મળી હતી. આ દસ્તાવેજનો મુખ્ય સાર એ છે કે આંતતરરાષ્ટ્રીય સ્તરે સ્ટ્રેટેજિક કમ્પિટિશન વધતી જાય છે.

બીજી તરફ અમેરિકાનો લશ્કરી વ્યાપ અને પ્રભાવ દુનિયા પર વધારે આક્રમકતાથી પ્રસરી રહ્યો છે. એ સંજોગોમાં આગળ જતાં વૈશ્વિક શાંતિનું સંતુલન ખોરવાઈ શકે છે. એવુ ન થાય એટલા (અમેરિકાને માપમાં રાખવા) માટે ચીને પણ લશ્કરનું આધુનિકીકરણ કરવું જરરી છે.  ચીનને અમેરિકા ઉપરાંત પડોશમાંથી પડકાર આપે એવો દેશ તાઈવાન છે.

તાઈવાનને ચીન પોતાનો ભાગ ગણે છે, તાઈવાન પોતાને ચીનનો ભાગ ગણતું નથી. દક્ષિણ ચીની સમુદ્રમાં પણ ચીન સતત પગપેસારો કરી રહ્યું છે. એ પગપેસારામાં અમેરિકા, તાઈવાન, જાપાન જેવા દેશો નડતરરપ સાબિત થઈ રહ્યા છે. માટે ચીને આ બધા દેશોને ધ્યાનમાં રાખીને લશ્કર પર અસાધારણ ખર્ચ કરવાની અને લશ્કરનું મોર્ડનાઈઝેશન કરવાની જરર પર ભાર આપ્યો છે.

ડિજિટલાઈઝેશન અને ઈન્ટરનેટનું આધિપત્ય સર્વત્ર ફરી વળ્યું છે. માટેે ચીને લશ્કરમાં પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, બિગ ડેટા, ક્લાઉડ કમ્યુટિંગ, રોબોટિક આર્મી વગેરે પર ભાર આપવાનંા નક્કી કર્યું છે. કેમ કે આધુનિક સમયના કોઈ પણ યુદ્ધમાં હથિયાર જેટલો જ મહત્ત્વનો રોલ ટેકનોલોજી ભજવવાની છે. અલબત્ત, આધુનિકતા રાતોરાત નથી આવી જવાની. એ માટે ચીને 2035 સુધીની ડેડલાઈન પણ વિચારી રાખી છે. પરંતુ ચીનમાં મોટા ભાગની કામગીરી ડેડલાઈન પહેલાં પૂરી થઈ જતી હોય છે.

દરમિયાન ચીને જરર પડયે હોંગકોંગમાં પણ લશ્કર તૈનાત કરવાનો ઈશારો કર્યો હતો. હોંગકોંગ અત્યારે ચીનની દેખરેખ હેઠળ પરંતુ સ્વતંત્ર છે. ચીન તેને સંપૂર્ણપણે પોતાના તાબામાં લેવા માંગે છે, જેનો સ્થાનિક લોકો વિરોધ કરે છે. ચીન કોઈ પણ પ્રકારનો વિરોધ સાંખી શકતું નથી, માટે હાલ બિજીંગના સત્તાધિશો લશ્કરી પગલાંનો વિકલ્પ વિચારી રહ્યાં છે.

ભારત પણ મોર્ડનાઈઝેશન કરે : નૌકાદળના વડા

ચીનના વ્હાઈટ પેપરની રજૂઆત પછી આજે નૌકાદળના વડાએ ભારતમાં લશ્કરના મોર્ડનાઈઝેશન પર ભાર આપ્યો હતો. નૌકાઅધ્યક્ષ કરમબિરસિંહે કહ્યુ હતુ કે ચીનની દરેક હિલચાલ પર અમે નજર રાખી રહ્યાં છીએ. ચીન સતત અને બહુ ઝડપાથી લશ્કરનું આધુનિકીકરણ કરી રહ્યું છે. તેની સામે ભારતે પણ મોર્ડનાઈઝેશન કરવું જોઈએ.

આપણી પાસે ચીન જેટલું બજેટ ભલે નાથી, પરંતુ મર્યાદિત બજેટમાં કઈ રીતે આધુનિકતા લાવી શકાય એ વિકલ્પો ભારતે તપાસવા જોઈએ. એડમિરલ સિંહે આ વિાધાન દ્વારા આડકતરી રીતે સરકારને  લશ્કર પર ધ્યાન આપવા કહ્યું હતું.

અત્યારે નૌકાદળ પાસે વિવિાધ 19 વર્ગના 90 જેટલા સમુદ્રી યુદ્ધ જહાજો છે. ભારત બીજું સ્વદેશી એરક્રાફ્ટ કરિયર બનાવવાનો વિચાર કરી રહ્યું છે. એ સહિતની લશ્કરની ઘણી જરરિયાતો પૂરી કરવા માટે લાંબા ગાળાના બજેટનું આયોજન થવું જોઈએ એવુ એડમિરલ સિંહે ઉમેર્યું હતું. અત્યારે ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ દેશના વિવિાધ શિપયાર્ડમાં 49 નાના-મોટા યુદ્ધ જહાજો તૈયાર ાથઈ રહ્યાં છે.

Read Also

Related posts

Corona Effect/ કોરોના પછી બદલાઈ ગયો માતાના દૂધનો કલર, પરિવર્તન જોઈ ચોકી ગઈ મહિલા

Damini Patel

શું તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો તો તમારે રાખવું પડશે ખાસ ધ્યાન, એરપોર્ટ 31 મે સુધી દરરોજના 9 કલાક રહેશે બંધ

pratik shah

ચેતવણી/હજુ પહેલા કરતા વધુ ખતરનાક બનશે કોરોના ! એક્સપર્ટનો દાવો- ઓમિક્રોન પછી પણ આવશે નવો વેરિએન્ટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!